ઈન્દ્રિયમાં ઉત્તેજના કેવી રીતે આવે છે?

Published: Dec 10, 2014, 06:46 IST

સૌથી પહેલાં તો સમજો કે ઈન્દ્રિયમાં ઉત્તેજના કેવી રીતે આવે છે. કામુક વિચારો અને રોમૅન્ટિક ચેષ્ટાઓથી વ્યક્તિની કામેચ્છાનું મગજમાંનું કેન્દ્ર ઉત્તેજિત થાય છેસેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. લગ્નને જસ્ટ પાંચ વર્ષ થયાં છે અને મને ઉત્તેજનામાં તકલીફ આવવા લાગી છે. ગુટકાની આદત છેલ્લાં ૨૦ વર્ષથી છે. વાઇફનું કહેવું છે કે તમાકુની આદતને કારણે જ સેક્સ-લાઇફ ખરાબ થઈ ગઈ છે. પહેલાં દિવસની ૬ પડીકી ખાઈ જતો હતો, પણ હવે ઘટાડીને ૩ કરી છે. તમાકુની તલપ શમાવવા માટે ચા પીઉં છું છતાં હાલમાં યોનિપ્રવેશ થઈ શકે એટલી કડકાઈ આવતી નથી. વારસાગત ધોરણે ડાયાબિટીઝ મળ્યો હોવાથી કાળજી ન રાખું તો અવારનવાર શુગર હાઈ થઈ જાય છે. શું ગુટકાની આડઅસર દૂર થાય તો પાછી સેક્સ-લાઇફ નૉર્મલ થઈ શકે? ફૅમિલી ડૉક્ટરે વાયેગ્રાની ગોળી આપી છે, જેની અસર સારી થાય છે.

જવાબ : સૌથી પહેલાં તો સમજો કે ઈન્દ્રિયમાં ઉત્તેજના કેવી રીતે આવે છે. કામુક વિચારો અને રોમૅન્ટિક ચેષ્ટાઓથી વ્યક્તિની કામેચ્છાનું મગજમાંનું કેન્દ્ર ઉત્તેજિત થાય છે અને આખા શરીરમાં રક્તના પ્રવાહનો સંચાર થાય છે. ઈન્દ્રિયમાં રક્તના આ પ્રવાહનો સંચાર વિશેષ પ્રમાણમાં થવાથી એમાં ઉત્તેજના આવે છે. જોકે તમાકુને કારણે રક્તવાહિનીઓ સાંકડી થવાની સમસ્યા વધે છે. ડાયાબિટીઝના દરદીઓમાં લોહી જાડું થઈ જવાની અને રક્તવાહિનીઓ સાંકડી થવાનું રિસ્ક વધારે હોય છે. એ ઉપરાંત તમાકુ (ગુટકા, બીડી, સિગારેટ વગેરે) અને આલ્કોહોલથી પણ આ રિસ્ક વધે છે. આ બધાની સરવાળે માઠી અસર સેક્સ-લાઇફ પર પડે છે.


તમે ગુટકા ઓછી કરી છે, પણ બંધ નથી કરી. ઝેર થોડું લો તો ધીમે-ધીમે એની અસર થાય, પણ થાય તો ખરી જ. એ ન્યાયે જ્યાં સુધી ગુટકા પૂરેપૂરી રીતે છોડશો નહીં ત્યાં સુધી નુકસાન વધતું જ જવાનું છે. તમારે પૉઝિટિવ ઇફેક્ટ જોઈતી હોય તો ગુટકા સંપૂર્ણપણે બંધ કરો. એનાથી રક્તવાહિનીઓને હજી વધુ તકલીફ થતી અટકાવી શકશો.તમે વાયેગ્રા લઈને કામ ચલાવી લેશો તો કામસમસ્યા સૂલઝી જશે, પણ તમાકુને કારણે શરીરમાં સતત થતું રહેતું નુકસાન અટકી શકશે નહીં. લાંબા ગાળાના ઉકેલ માટે ગુટકાનું વ્યસન સંપૂર્ણપણે છોડવું જરૂરી છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK