વ્યક્તિ મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધો બાંધે તો જાતીય રોગોની શક્યતા વધે?

Published: 8th December, 2014 06:30 IST

આવી છોકરીઓ HIV પૉઝિટિવ હોય તો શું થાય? શું એને કારણે મને ચેપ લાગી શકે?


સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૩૨ વર્ષનો પરિણીત છું. બાયસેક્સ્યુઅલ હોવાથી માત્ર પત્ની સાથેના સંબંધોથી સંતોષ નથી થતો. બે સજાતીય મિત્રો છે જેમની સાથે અવારનવાર સંબંધો રાખું છું. આ મિત્રો પણ મારા જેવા જ બન્ને પ્રકારના સંબંધો ધરાવે છે. જોકે તેમનાં લગ્ન થયાં ન હોવાથી તેમણે એક કૉલગર્લ સાથે સંબંધો રાખ્યા છે. સમસ્યા એ છે કે કૉલગર્લ સાથે જ પ્રેમ થઈ ગયો છે અને તેની સાથે જ લગ્ન કરવાનાં છે. આવી છોકરીઓ HIV પૉઝિટિવ હોય તો શું થાય? શું એને કારણે મને ચેપ લાગી શકે? એને કારણે હવે મેં સજાતીય મિત્રો સાથે માત્ર ઓરલ સેક્સ જ કરવાનું રાખ્યું છે. ગુદામૈથુન હવેથી હું નહીં કરું. શું આવી કાળજી રાખવાથી ચેપથી બચી શકાય?

જવાબ : જ્યારે પણ વ્યક્તિ મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધોમાં જોતરાય છે ત્યારે જાતીય રોગોની શક્યતાઓ વધી જાય છે. તમે અંદરોઅંદર એકમેકને સેક્સ્યુઅલી વફાદાર નથી ત્યારે આ શક્યતાઓ ગમેત્યારે ચિંતા ઊભી કરી શકે એમ છે. શંકાસ્પદ અને એક કરતાં વધુ પાર્ટનર્સ ધરાવતી વ્યક્તિ સાથેના જાતીય સંબંધોમાં હંમેશાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો ભય માથે તોળાતો રહેવાનો જ. તમે ભલે માત્ર મુખમૈથુન જ કરવાનું વિચારતા હો પણ ક્યારે આવેગમાં આવીને તમે આગળ વધી જાઓ એની કોઈ ગૅરન્ટી ખરી? બીજું, મુખમૈથુન કરતી વખતે જો HIV પૉઝિટિવ વ્યક્તિનાં મોંમાં ચાંદાં હોય અને તે બીજી વ્યક્તિને મુખમૈથુન કરી આપે તો લોહીમાંથી જીવાણુ તમારામાં પ્રવેશી શકે છે. એવું કહેવાય છે કે એ માટે એક ટમ્બલર ભરીને લાળની આપલે થાય ત્યારે HIVના જીવાણુઓ કદાચ ફેલાય, પરંતુ એ દરેક કિસ્સામાં સાચું નથી હોતું. ધારો કે ચેપી વ્યક્તિ સાથે કૉન્ડોમ વિના સમાગમ કરવામાં આવે તો પણ જોખમ વધી જાય છે. ક્યારેક ૧૦૦ વખત સમાગમ કર્યા પછી પણ ચેપ નથી લાગતો તો ક્યારેક પહેલી જ વારમાં ચેપ લાગી જાય છે.તમારે તમારી સેક્સ્યુઅલ ડિઝાયર્સને કન્ટ્રોલ કરવી જરૂરી છે.ચેપનું જોખમ જેના માથે ખૂબ જ છે એવી વ્યક્તિ સાથેની કોઈ પણ પ્રકારની જાતીય પ્રવૃત્તિ ઠીક નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK