તેલમાલિશ કરવાથી ઉત્તેજનામાં ફરક પડે?

Published: 5th December, 2014 05:56 IST

બ્લડ-પ્રેશર અને બ્લડ-શુગરની તકલીફ એ ઓવરઑલ લાઇફ માટે જ નહીં, સેક્સ્યુઅલ લાઇફ પર પણ માઠી અસર કરે છેસેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૪૧ વર્ષ છે. તમે કહેતા હો છો કે ઈન્દ્રિય પર તેલની માલિશ કરવી જોઈએ. તો એ માટે કેવું તેલ વાપરવું જોઈએ? શિયાળામાં અઠવાડિયામાં એકાદ વાર હું આખા શરીરે માલિશ કરાવું છું. એ માટે તો આયુર્વેદિક તેલ વાપરું છું. શું એ જ તેલ પ્રાઇવેટ પાર્ટ્સ માટે વપરાય? મને હમણાંથી ઉત્તેજના આવવામાં તકલીફ પડે છે અને મારી વાઇફને સંભોગમાં ખાસ રસ નથી એટલે તેલ સાથે હસ્તમૈથુન કરીને સંતોષ લઉં છું. તેલમાલિશ કરવાથી ઉત્તેજનામાં ફરક પડે? શું તેલમાં ખાસ દવા નાખવી જોઈએ કે પછી તેલ લગાવ્યા પછી સ્ટ્રોક લગાવવામાં મારી ભૂલ થતી હશે? મારું વજન વધારે છે અને મને બ્લડ-પ્રેશરની તકલીફ છે અને શુગર પણ થોડીક વધારે છે એટલે અત્યારથી જ મારે કાળજી રાખવી જરૂરી છે એવું ડૉકટરનું કહેવું છે. મને યોનિપ્રવેશ થાય એટલું કડકપણું હોય છે, પણ એમાં બહુ મજા નથી આવતી.

જવાબ : બ્લડ-પ્રેશર અને બ્લડ-શુગરની તકલીફ એ ઓવરઑલ લાઇફ માટે જ નહીં, સેક્સ્યુઅલ લાઇફ પર પણ માઠી અસર કરે છે. બીજું, મેં ક્યારેય કહ્યું જ નથી કે કોપરેલ તેલની માલિશ કરવાથી ઈન્દ્રિય મજબૂત થશે અથવા તો ઉત્તેજનાની સમસ્યા ચાલી જશે. હા, હસ્તમૈથુન દરમ્યાન કે ફોરસ્કિન પાછળ સરકાવવામાં તકલીફ પડતી હોય તો તેલનો ઉપયોગ કરીને હસ્તમૈથુન કરવામાં આવે તો ફરક પડી શકે છે. જોકે એમાં પણ તેલનો ઉપયોગ માત્ર લુબ્રિકેશન પૂરતો જ છે. તમે મોંઘાંદાટ શક્તિવર્ધક આયુર્વેદિક તેલ વાપરો એને બદલે સાદું, નકલી ફ્રૅરન્સ વિનાનું કોપરેલ તેલ જ વાપરશો તો પણ ચાલશે.
બીજું, તમે તમારું વજન વધારે હોય તો સૌથી પહેલાં એને કન્ટ્રોલમાં લો. એ માટે નિયમિત કસરત, પ્રાણાયામ કરો અને ડાયટમાં પૂરતી કાળજી રાખો. આ ઉંમરે રોજ બ્લડ-પ્રેશરની દવા લેવી પડે છે એ ઠીક નથી. લાઇફ-સ્ટાઇલ સુધારો, નહીંતર બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝની સાથે-સાથે કૉલેસ્ટરોલની સમસ્યા પણ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK