લગ્નને 3 વર્ષ થયા હોવા છતાં પત્નીને ગર્ભ રહેતો નથી, શું કરું?

Published: 30th August, 2012 06:15 IST

    મારાં લગ્નને ત્રણ વરસ થયાં છે, પણ હજી ઘરે પારણું નથી બંધાયું. ડૉક્ટરને બતાવ્યું તો સૌથી પહેલાં તો તેમણે મારા ર્વીયનું ચેક-અપ કરવાનું કહ્યું.

 

depress-baby-lineસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને ત્રણ વરસ થયાં છે, પણ હજી ઘરે પારણું નથી બંધાયું. ડૉક્ટરને બતાવ્યું તો સૌથી પહેલાં તો તેમણે મારા ર્વીયનું ચેક-અપ કરવાનું કહ્યું. એમાં સ્પર્મકાઉન્ટ ૧૮ મિલ્યન જેટલો છે. મારી વાઇફનું માસિક પણ અનિયમિત છે. આ બન્ને કારણોસર ગર્ભ રહેવામાં તકલીફ પડે છે. મારે ઍલોપથી દવાને બદલે કુદરતી રીતે શુક્રાણુની સંખ્યા વધારવી હોય તો શક્ય છે? મારી ઉંમર ૨૯ વર્ષ છે. મારી વાઇફ એક વરસ નાની છે ને તે બૉડીમાં થોડીક હેવી છે.

જવાબ : વર્લ્ડ હેલ્થ અસોસિએશનના સ્ટાન્ડર્ડ પ્રમાણે ર્વીયમાં સ્પર્મ-કાઉન્ટ ૨૦ મિલ્યનથી વધુ હોવો જરૂરી છે. જોકે તમારા શુક્રાણુ એથીય ઓછા છે. માત્ર શુક્રાણુ જ નહીં, એમની ગતિ એટલે કે મોટિલિટી પણ ત્રણથી ચાર ગ્રેડ સુધીની હોવી જરૂરી છે. શુક્રાણુ વધારવા માટેની કોઈ ઠોસ દવા નથી, પણ તમે ત્રણ-ચાર મહિના માટે એક પ્રયોગ કરી શકો છો.

ખોરાકમાં ગાયનું ઘી અને ગાયના દૂધનો ઉપયોગ વધારો. તમાકુ, દારૂ કે તીખું-તળેલું ખાવાની આદત હોય તો એ બંધ કરો. નાહવામાં ગરમ પાણીને બદલે હૂંફાળું પાણી વાપરો. બને તો ઠંડું પાણી બેસ્ટ. ટાઇટ જીન્સ કે અન્ડરવેઅર પહેરતા હો તો એ બંધ કરો. કૉટનનાં ખૂલતાં અન્ડરવેઅર પહેરો.

એક ટમલરમાં ઠંડું પાણી લો. એમાં બરફના ટુકડા નાખીને ચિલ્ડ બનાવો. એમાં બન્ને વૃષણ બોળીને દસેક મિનિટ સુધી હળવા હાથે મસળો. સ્પર્મને ઠંડકવાળું વાતાવરણ વધુ માફક આવે છે. દિવસમાં બે વાર સવાર-સાંજ દસ-દસ મિનિટ માટે આ પ્રયોગ કરો.

બીજું, તમારા વાઇફના માસિકની અનિયમિતતાનું કારણ પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ હોય એવું લાગે છે. એ છતાં યોગ્ય નિદાન અને સારવાર માટે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને સંપર્ક કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK