સેક્સ દરમિયાન યોનિ અને તેની આસપાસમાં ખુબ પીડા થાય છે, શું કરું?

Published: 28th August, 2012 06:06 IST

  મારાં લગ્નને ચાર મહિના થયા છે. લગ્નના પંદર દિવસ પછી અમે હનીમૂન પર ગયેલાં. ત્યાં પહેલી વાર અમે સમાગમ કરેલો.

pain-sexસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારાં લગ્નને ચાર મહિના થયા છે. લગ્નના પંદર દિવસ પછી અમે હનીમૂન પર ગયેલાં. ત્યાં પહેલી વાર અમે સમાગમ કરેલો. સમાગમ પછી મને યોનિની આસપાસના ભાગમાં ખૂબ પીડા થતી હતી. પહેલાં બે-ત્રણ વાર થયું ત્યારે લાગ્યું કે નવું-નવું હશે એટલે આમ થયું હશે, પરંતુ હજી આ લક્ષણો શમ્યાં નથી. સમાગમ પછી મારે તરત યુરિન પાસ કરવા જવું પડે છે. એ વખતે બળતરા થાય છે અને એ ભાગમાં લાલાશ રહે છે. મારે વારંવાર યુરિન માટે જવું પડે છે. પેડુમાં પણ દુખાવો રહે છે. ક્યારેક યોનિમાર્ગમાંથી ચીકણો અને સફેદ સ્રાવ વહે છે. મેં નોંધ્યું છે કે સમાગમના એક-બે દિવસ પછી આ લક્ષણો મટી જાય છે ને ફરી કરીએ ત્યારે પાછાં શરૂ થઈ જાય છે. શું આ યૌનસંબંધને લગતો કોઈ રોગ છે? હવે તો એને કારણે મને સેક્સમાં રસ નથી પડતો.

જવાબ : સેક્સસંબંધની શરૂઆતમાં ઘણી યુવતીઓને આ પ્રકારની તકલીફ જોવા મળે છે. આ એક પ્રકારનું ઇન્ફેક્શન હોઈ શકે જે હનીમૂન સિસ્ટાઇટિસ તરીકે ઓળખાય છે.

સ્ત્રીઓમાં જોવા મળતી આ સમસ્યા મૂળ તો એક સાધારણ એવો મૂત્રમાર્ગનો ચેપ એટલે કે યુરિનરી ટ્રૅક ઇન્ફેક્શન છે. એમાં યુરિન લઈ જતી નળી અને યુરિન ભરી રાખતી કોથળી એટલે કે બ્લૅડરમાં ચેપ કે ઇન્ફ્લમેશનની અસર જોવા મળે છે. પુરુષની મૂત્રવાહિની લાંબી તથા વળાંકવાળી હોવાથી એમાં ચેપ લાગવાની શક્યતા સ્ત્રી કરતાં ઓછી હોય છે.

આ તકલીફ સમાગમ પછી થતી હોય છે, પણ એને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માનીને ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે સવારે ઊઠી પહેલી વારનું યુરિન એકઠું કરીને એનો રૂટીન અને કલ્ચર રિપોર્ટ કરાવો. સારા ગાયનેકોલૉજિસ્ટને મળીને એની દવા કરાવો. ખાસ એન્ટિ-બાયોટિક્સના કોર્સથી આ સમસ્યા આરામથી મટી જઈ શકે એમ છે.

બીજું, હવેથી સમાગમ દરમ્યાન ફોર-પ્લેમાં પૂરતો સમય ગાળો અને યોનિમાર્ગમાં યોગ્ય લુબ્રિકેશન આવે એ પછી જ યોનિપ્રવેશ કરાવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK