સંભોગ કરવામાં નિષ્ફળ જવાય છે, શું કરવું?

Published: 22nd August, 2012 05:51 IST

મારી ઉંમર ૫૩ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર પચાસની. પત્ની બે વર્ષથી મેનોપૉઝમાં આવી ગઈ છે. એક વરસથી સંભોગ બંધ છે, કેમ કે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થતી હતી. એ છતાં અમે સમાગમ કરતાં હતાં, પણ પછી તો તેની કામેચ્છા પણ સાવ ઘટી ગઈ.

kamechaસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૫૩ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર પચાસની. પત્ની બે વર્ષથી મેનોપૉઝમાં આવી ગઈ છે. એક વરસથી સંભોગ બંધ છે, કેમ કે તેને યોનિપ્રવેશ વખતે ખૂબ પીડા થતી હતી. એ છતાં અમે સમાગમ કરતાં હતાં, પણ પછી તો તેની કામેચ્છા પણ સાવ ઘટી ગઈ.  આ જ સમય દરમ્યાન મારે પણ બાયપાસ સર્જરી કરાવવી પડી. રિકવરીમાં છએક મહિના ગયા. હવે બધું જ બરાબર છે છતાં અમે બન્નેએ સમાગમ નથી કર્યો. હસ્તમૈથુન કરી શકું છું ને અમે હળવાં અડપલાં પણ એન્જૉય કરીએ છીએ, પણ ખબર નહીં સમાગમ કરવાના પ્રયત્નમાં નિષ્ફળ જવાય છે. મહિનામાં બે-ત્રણ વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. અમારે ફરી સંભોગ શરૂ કરવા શું કરવું જોઈએ? ઇચ્છા ન થતી હોય તો શું કરવું જોઈએ?

જવાબ : કામેચ્છા મગજમાં પેદા થાય છે, શરીરમાં નહીં. કદાચ સમાગમને લઈને તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાયટી હોય એવું બની શકે છે. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો અને એકાંત માણો, પરંતુ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે મુક્તપણે મસ્તી કરી શકશો.

ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે અને એને સ્પર્શ કરવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. સાથે-સાથે તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK