વાયેગ્રાની ગોળી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?

Published: 10th August, 2012 08:55 IST

  ઍન્જાઇનાની તકલીફ હોય તો ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકાય? આ ગોળી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?

 

(સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી)

 

સવાલ : હું ૬૪ વર્ષનો છું. છેલ્લા દસેક મહિનાથી મને છાતીમાં અવારનવાર દુખાવો થાય છે. ફૅમિલી ડૉક્ટરનું કહેવું છે કે ઍન્જાઇનાનું પેઇન છે. અત્યાર સુધી એને કારણે સેક્સમાં કોઈ વાંધો નહોતો આવતો, પણ હમણાંથી ક્યારેક સેક્સ દરમ્યાન અચાનક જ જાણે છાતી ભારે થઈ ગઈ હોય એવું લાગવા લાગેલું. ઇન્દ્રિયમાં ઉત્તેજના આવે એ પછી તરત જ ઇન્દ્રિય પણ ઢીલી પડી જાય છે. સેક્સ દરમ્યાન ઍન્જાઇના જેવો દુખાવો નથી હોતો; પણ ભાર, બેચેની, પસીનો અને અનઈઝીનેસ લાગવા લાગે છે. ઍન્જાઇનાની તકલીફ હોય તો ઇન્દ્રિયના કડકપણા માટે વાયેગ્રા લઈ શકાય? આ ગોળી ક્યારે અને કેવી રીતે લેવી જોઈએ?

 

જવાબ : ધારી લઉં છું કે તમારી ઍન્જાઇનાની દવા કોઈ કાર્ડિયોલૉજિસ્ટની નિગરાનીમાં ચાલતી જ હશે. જો તમે માત્ર ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કર્યા હોય તો એ ઠીક નથી. હૃદયરોગના નિષ્ણાત પાસે તમારા હાર્ટનું યોગ્ય ચેક-અપ નિયમિત સમયાંતરે કરાવતા રહેવું અને તેમણે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ નિયમિત લેવી જરૂરી છે. આ સંજોગોમાં જાતે જ વાયેગ્રા લેવી ઠીક નથી.

 

તમે કહો છો કે સેક્સ દરમ્યાન તમે ઍન્જાઇના જેવો દુખાવો નથી થતો, પણ આ હૃદયનો મામલો છે એટલે તમને ચેક કર્યા સિવાય આ બાબતે તારણ પર આવી જવું એ ઉતાવળ ગણાશે. મારી સલાહ છે કે તમારા કાર્ડિયોલૉજિસ્ટ પાસે જાઓ. પ્રાથમિક ટેસ્ટ્સ ઉપરાંત સ્ટ્રેસ-ટેસ્ટ પણ કરાવો. તમામ નિદાન-પરીક્ષણ પછી જો તમારી સ્ટ્રેસ-ટેસ્ટ નૉર્મલ હોય તો કાર્ડિયોલૉજિસ્ટની સલાહથી સેક્સલાઇફ શરૂ કરી શકો છો. સમાગમમાં ઓછી તકલીફ પડે એ માટે જમીને તરત જ સેક્સ ન કરવું, પણ માત્ર હળવો નાસ્તો કે લાઇટ ડિનર જ લેવું. બેડરૂમની અંદર એસી હોય તો વધારે સારું. તમારા કાર્ડિયોલૉજિસ્ટે આપેલી દુખાવો થાય ત્યારે જીભની નીચે મૂકવાની ગોળી હાથવગી રાખવી અને ડૉક્ટરનો નંબર પણ હંમેશાં પાસે જ રાખવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK