લેસ્બિયન સંબંધોમાં એઈડ્સ થવાની શક્યતા કેટલી?

Published: 8th August, 2012 06:29 IST

હું ૩૧ વર્ષની સ્ત્રી છું. બાળપણથી મને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થતું હોવાથી હું પરણી નથી. છેલ્લાં ચારેક વરસથી એક છોકરી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધું છું.

lesbian-depressionસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૩૧ વર્ષની સ્ત્રી છું. બાળપણથી મને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થતું હોવાથી હું પરણી નથી. છેલ્લાં ચારેક વરસથી એક છોકરી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધું છું. અમે વિચારી રહ્યાં છીએ કે હવે અમે બન્ને સાથે રહીને નવી ગૃહસ્થી જ કેમ ન વસાવીએ? જોકે મેં સાંભળ્યું છે કે સજાતીય સંબંધોમાં એઇડ્સ થવાની સંભાવના વધારે હોય છે. શું એ ગે સંબંધોમાં જ સાચું હોય કે લેસ્બિયનમાં પણ? અમારે આવા કોઈ ઇન્ફેક્શનથી સેફ રહેવા માટે કેવી સેફ્ટી રાખવી જોઈએ? મને હૉમોર્નલ અસંતુલનને કારણે માસિક માટે દવા લેવી પડે છે. એ સિવાય બીજી કોઈ તકલીફ નથી.

જવાબ : જ્યારે એઇડ્સના વાઇરસ વિશે પહેલવહેલી વાર સંશોધનો થયાં ત્યારે એનું પ્રમાણ ગે સંબંધો ધરાવનારા પુરુષોમાં સૌથી વધુ જોવા મળેલું. એનું કારણ તેમની સજાતીયતા નથી, પણ એક વફાદાર પાર્ટનર ન હોવાને કારણે જુદા-જુદા પાર્ટનર્સ સાથે થતા સમાગમને કારણે ઇન્ફેક્શનનું રિસ્ક વધી જાય છે એ છે.

તમે ઑલરેડી શારીરિક સંબંધો રાખી ચૂક્યા છો ને હવે સાથે રહેવાની વાત આવી ત્યારે ઇન્ફેક્શનની ચિંતા થાય છે. જો સામેવાળી વ્યક્તિ તમને વફાદાર ન હોય અને મલ્ટિપલ પાર્ટનર્સ સાથે સંબંધ રાખતી હોય તો તમે પણ હાઈ રિસ્ક ઝોનમાં આવી જશો. એ છતાં જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને તમારા બન્નેની બ્લડ-ટેસ્ટ કરાવી લો - એચઆઇવી માટેની પણ અને અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ માટેની પણ. બીજું વચન છે પરસ્પરને વફાદાર રહેવાનું અને ત્રીજી કાળજી છે તમે જે પણ સાધનો વાપરતાં હો એ અલાયદાં હોવાં જરૂરી છે. એ સાધનોની પણ નિયમિત સફાઈ થતી રહેતી હોય એ જરૂરી છે. એક જ સાધન વાપરતાં હો તો બન્ને વખતે જુદાં-જુદાં કૉન્ડોમ્સ વાપરો.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK