સર્જરીને કારણે પિતા બનવાની ક્ષમતા ઘટી જાય?

Published: 1st August, 2012 06:02 IST

મારી ઉંમર ૨૬ વર્ષ છે. મને પાઇલ્સની તકલીફ ઘણા વખતથી હતી. એક વરસ પહેલાં એનું ઑપરેશન કરાવીને દૂર કરાવ્યા હતા. જોકે એ પછી ઘણી વાર ઇન્દ્રિયમાં કડકપણું આવ્યા પછી સમાગમ ચાલુ હોય ત્યારે અચાનક જ સખતાઈ ઘટી જાય છે.

surgery-spurmસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. મને પાઇલ્સની તકલીફ ઘણા વખતથી હતી. એક વરસ પહેલાં એનું ઑપરેશન કરાવીને દૂર કરાવ્યા હતા. જોકે એ પછી ઘણી વાર ઇન્દ્રિયમાં કડકપણું આવ્યા પછી સમાગમ ચાલુ હોય ત્યારે અચાનક જ સખતાઈ ઘટી જાય છે. સર્જરી પહેલાં હું નિયમિત હસ્તમૈથુન કરતો હતો, પણ મને ક્યારેય આવી તકલીફ નહોતી થઈ. મારે જાણવું છે કે શું પાઇલ્સના ઑપરેશનને કારણે ઇન્દ્રિયની સખતાઈમાં તકલીફ આવતી હશે? આવા સંજોગોમાં વાયેગ્રા લેવાય? સર્જરીને કારણે મારી પિતા બનવાની ક્ષમતા પર પણ કોઈ માઠી અસર તો નહીં પડી હોયને?

જવાબ : ઑપરેશન દરમ્યાન બે પ્રકારે ઍનેસ્થેસિયા આપવામાં આવે છે - જનરલ ઍનેસ્થેસિયા અથવા તો સ્પાઇનમાં ઇન્જેક્શન આપીને અપાતો લોકલ ઍનેસ્થેસિયા. સ્પાઇનમાં ઍનેસ્થેસિયા આપવામાં આવ્યો હોય તો અમુક ચોક્કસ નર્વ પર દબાણ આવવાની શક્યતાઓ રહે છે ને એને કારણે ઇન્દ્રિયના ઉત્થાનમાં તકલીફ આવી શકે. જોકે તમને એક વાર ઉત્તેજના આવે છે ને પછી અધવચ્ચે સખતાઈ ઘટી જાય છે એ બતાવે છે કે તમને ઍનેસ્થેસિયા આપવાની પદ્ધતિને કારણે થતી કોઈ તકલીફ નથી.

ઇન્દ્રિયમાં ઉત્તેજના આવવાની પ્રક્રિયા નૉર્મલ છે, પણ એને ટકાવી રાખવામાં તકલીફ પડે છે એનાં શારીરિક અને માનસિક બે કારણો હોઈ શકે. મોટા ભાગે પર્ફોમન્સ ઍન્ગ્ઝાયટીને કારણે આવું થતું હોય છે. તમે એક વાર વાયેગ્રાની પચીસ મિલિગ્રામની એક ગોળી

ભૂખ્યા પેટે લો અને પછી હસ્તમૈથુન અથવા તો સમાગમ કરી જુઓ. એક-બે વાર સફળતા મળ્યાં પછી ગોળી વિના પ્રયોગ કરો. ડર અને ચિંતા દૂર થઈ જવાથી કદાચ સમસ્યા ગાયબ થઈ જશે. જો એમ છતાં તકલીફ પડતી હોય તો કોઈ સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરો.

પિતા બનવાની ક્ષમતા વીર્યમાં રહેલા શુક્રાણુઓની સંખ્યા અને ગતિ પર રહેતી હોય છે. પાઇલ્સના ઑપરેશનને અને શુક્રાણુઓને કોઈ સીધો સંબંધ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK