હસ્તમૈથુનનો સમયગાળો કેટલો રાખવો જોઈએ?

Published: 30th July, 2012 06:49 IST

હું ૪૨ વર્ષનો છું. મને હસ્તમૈથુન કરવાની આદત છે. વાઇફને ત્રીજા બાળકની ડિલિવરી પછી સેક્સનું બહુ મન નથી થતું એટલે મહિને બે-ત્રણ વાર સમાગમ થાય છે. બાકી હું મારી જૂની હસ્તમૈથુનની આદતથી સંતોષ મેળવી લઉં છું.

 

men-depressસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૪૨ વર્ષનો છું. મને હસ્તમૈથુન કરવાની આદત છે. વાઇફને ત્રીજા બાળકની ડિલિવરી પછી સેક્સનું બહુ મન નથી થતું એટલે મહિને બે-ત્રણ વાર સમાગમ થાય છે. બાકી હું મારી જૂની હસ્તમૈથુનની આદતથી સંતોષ મેળવી લઉં છું. જોકે જ્યારે પણ હસ્તમૈથુન પછી ર્વીયસ્ખલન થાય છે મને ઇન્દ્રિયમાં દુખાવો થાય છે. ઉત્તેજિત થયેલી ઇન્દ્રિય નરમ પડી જાય એ પછી પણ એમાં દુખાવો ફીલ થાય છે. એ પછી વારંવાર યુરિન પાસ કરવા જવું પડે છે. હું પત્ની સાથે સમાગમ કરું એ પછી આવી કોઈ તકલીફ નથી થતી. ઇનફૅક્ટ સમાગમ પછી મને તરત યુરિન પણ નથી થતું. બીજે દિવસે સવારે ખૂબ પીળા રંગનું યુરિન નીકળે છે. હસ્તમૈથુનની ફ્રીક્વન્સી ઘટાડવી જોઈએ? હું અઠવાડિયામાં બેથી ત્રણ વાર હસ્તમૈથુન કરું છું.

 

જવાબ : અમુક સમયે વારંવાર પેશાબ કરવા જવું પડે એ સામાન્ય વસ્તુ છે. જ્યારે તમે વધુ પાણી પીધું હોય ત્યારે વારંવાર પેશાબ થાય છે અને ઓછું પાણી પીઓ ત્યારે યુરિન વાટે ઓછું પ્રવાહી નીકળે છે અને એની સાંદ્રતા વધુ હોવાને કારણે એનો રંગ પણ પીળાશ પડતો થઈ જાય છે.

 

કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ ઍક્ટિવિટી દરમ્યાન પેઢુના ભાગમાં અને ઇન્દ્રિયમાં લોહીનો ધસારો વધી જાય છે. ઉત્તેજના ઓસરતાં સ્થિતિ બૅક ટુ નૉર્મલ થાય છે. આ બદલાવને કારણે ક્યારેક માઇલ્ડ દુખાવો ફીલ થઈ શકે છે. જોકે તમે હસ્તમૈથુન કરો કે સમાગમ - બન્ને ક્રિયા ઇન્દ્રિય માટે તો સરખી જ છે. મૅસ્ટરબેશન દરમ્યાન ઇન્દ્રિય હાથમાં જે ક્રિયા કરે છે એ જ ક્રિયા સમાગમ દરમ્યાન યોનિમાર્ગમાં થાય છે. જો તમને ખરેખર કોઈક તકલીફ હોત તો હસ્તમૈથુન અને સમાગમ બન્ને પછી ઇન્દ્રિયમાં પીડા અનુભવાતી હોત, પણ એવું નથી એ દર્શાવે છે કે તમારું દુ:ખ માનસિક છે. એકમાં તકલીફ પડે અને બીજામાં ન પડે એવું શક્ય નથી. હસ્તમૈથુન કરવાથી આ બધું થાય છે એ માન્યતા તમને પીડી રહી હોય એવું લાગે છે.

 

તમે ઓછું પાણી પીશો તો યુરિન પણ ઓછું અને ગાઢું આવશે ને વધુ પીશો તો વારંવાર યુરિન થશે ને એ માઇલ્ડ હશે. આ બે ક્રિયાઓને હસ્તમૈથુન કે સમાગમ સાથે કોઈ જ લેવાદેવા નથી. એ છતાં ખૂબ અનિયમિતતા જણાતી હોય તો એક વાર યુરિનનો રૂટીન રિપોર્ટ કરાવી લો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK