મારાથી 10 વર્ષ નાની પત્નીને સંતોષ ન આપી શકતા ગિલ્ટ ફિલ થાય છે, શું કરું?

Published: 26th July, 2012 17:44 IST

મારી ઉંમર છે ૫૬ વરસ. વચ્ચે ડિવૉર્સ થઈ જવાથી પાંચ વરસ એકાંતવાસનાં હતાં. એ વખતે હસ્તમૈથુન કરતો, પણ ફિઝિકલ સંબંધો કોઈની સાથે નહોતા રાખ્યા. બીજાં લગ્નને બે વરસ થયાં છે ને મારી પત્ની ખૂબ સેક્સી છે. તેને અઠવાડિયામાં ત્રણ વાર સમાગમ કરવાની ઇચ્છા થાય છે.

young-unsetisfaidસેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર છે ૫૬ વરસ. વચ્ચે ડિવૉર્સ થઈ જવાથી પાંચ વરસ એકાંતવાસનાં હતાં. એ વખતે હસ્તમૈથુન કરતો, પણ ફિઝિકલ સંબંધો કોઈની સાથે નહોતા રાખ્યા. બીજાં લગ્નને બે વરસ થયાં છે ને મારી પત્ની ખૂબ સેક્સી છે. તેને અઠવાડિયામાં ત્રણ વાર સમાગમ કરવાની ઇચ્છા થાય છે. પહેલાં હું કરી શકતો હતો, પણ હવે દર વખતે ઇન્દ્રિયમાં જોઈએ એટલું ઉત્થાન નથી થતું. સેક્સ દરમ્યાન મારી ઇન્દ્રિયમાં પૂરતી ઉત્તેજના ન હોવાથી મારી પત્નીને સંતોષ નથી મળતો. ગોળી વિના પણ સમાગમ થાય છે, પણ કડકપણું ઓછું હોય છે. મને નથી ડાયાબિટીઝ કે નથી બ્લડપ્રેશર. પૂર્વવત્ ઉત્તેજના આવે એ માટે મારા ફૅમિલી ડૉક્ટરે ૫૦ મિલીગ્રામની દેશી વાયેગ્રા લખી આપી હતી. દવા લઉં છું ત્યારે ઇન્દ્રિયનું કડકપણું સારુંએવું જળવાય છે, પરંતુ અઠવાડિયામાં ત્રણ કે ચાર વાર આ ગોળી લેવાય? શું હું આ દવા લાંબા ગાળે કોઈ નુકસાન કરે? પત્ની મારાથી દસ વર્ષ નાની છે અને તેને પૂરતો સંતોષ નથી આપી શકતો એને કારણે ગિલ્ટ ફીલ થાય છે.

જવાબ : એક વાત સમજવી જરૂરી છે કે જેમ દવાની ગોળીની અસર થાય છે એમ એની ખરાબ અસર પણ હોવાની જ. માટે કોઈ પણ દવા આંખ મીંચીને વધુ માત્રામાં ન વાપરવી.

તમે આ ઉંમરે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સંભોગ કરો છો ને એ દરેક વખતે તમને એટલી ઉત્તેજના તો આવે જ છે કે જેનાથી તમે સમાગમ કરી શકો એ બતાવે છે કે તમારામાં કોઈ શારીરિક તકલીફ નથી. તમે માત્ર દવાઓ પર જ આધારિત રહેવાને બદલે ફોર-પ્લે પર પણ ભાર મૂકો. શારીરિક સંભોગની શરૂઆત કરતાં પહેલાં જ આવેલી ઉત્તેજનામાં વૃદ્ધિ થશે એટલે વધુ સારું ઇન્દ્રિયોત્થાન પામી શકાશે. વાયેગ્રાથી ઇન્દ્રિયની દૃઢતા વધશે, પરંતુ એની આદત પાડી દેવાની જરૂર નથી.

શરીરમાં લોહીનું ભ્રમણ બરાબર રહે એ માટે રોજ પોણો કલાક કસરત કરવાનું રાખો. વજન વધુ હોય તો ઉતારો અને ઇન્દ્રિય પ્રવેશ પહેલાં જ જો પત્નીને મુખમૈથુન કે હસ્તમૈથુનથી સંતોષ આપી દેશો તો તમારો ઉચાટ પણ ઓછો થશે અને સંતોષ ન આપી શક્યાનું ગિલ્ટ પણ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK