હું વીર્ય સ્ખલન રોકવાનો પ્રયત્ન કરૂ છું તો પણ રોકાતુ નથી, શું કરું?

Published: Oct 31, 2014, 05:04 IST

હું ૧૯ વર્ષનો છું. કોઈ છોકરી સાથે ફિઝિકલ થયો નથી, પણ કલ્પનાઓમાં ઘણી વાર હૉટ ઍન્ડ સેક્સી છોકરીઓ આવે છે.




સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૧૯ વર્ષનો છું. કોઈ છોકરી સાથે ફિઝિકલ થયો નથી, પણ કલ્પનાઓમાં ઘણી વાર હૉટ ઍન્ડ સેક્સી છોકરીઓ આવે છે. મારી સમસ્યા એ છે કે મને મૅસ્ટરબેશન વખતે એકથી દોઢ મિનિટમાં જ ઇજેક્યુલેશન થઈ જાય છે. ઘણી વાર તો રોકવાની ટ્રાય કરું તોય સફળતા નથી મળતી. જરાઅમથા સ્પર્શ અને સ્ટિમ્યુલેશનથી મને ઉત્તેજના આવી જાય છે, પણ જો હું સ્પર્શ ચાલુ રાખું તો સ્ખલન પણ વહેલું થઈ જાય છે. ક્યારેક તો છોકરીઓને જોઈને પણ અરાઉઝલ આવી જાય છે. જોકે એ વખતે ઇજેક્યુલેશન નથી થતું. જાહેરમાં પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવાનું શક્ય ન હોવાથી એ વખતે ઉત્તેજનાને કન્ટ્રોલ કરવી શક્ય હોય છે, પણ બાકીના કેસમાં જલદીથી સ્ખલન થઈ જાય છે. મારે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન માટેની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? શું આ સમસ્યા ઉત્તરોત્તર વધતી જતી હોય છે? હજી મારી રિયલ સેક્સ-લાઇફ શરૂ નથી થઈ ત્યારે આ ચિંતા થાય એ તમે સમજી શકશો.

જવાબ : કાચી ઉંમરે હજી સેક્સવિષયક સાચું અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ન હો ત્યારે આવી ચિંતાઓ થાય છે, પણ તમારે આ ચિંતાઓ પાળવાની કોઈ જરૂર નથી. જ્યારે સેક્સ્યુઅલ બાબતો નવી-નવી હોય ત્યારે રોમાંચ અને કુતૂહલ વધારે હોય છે. રોમાંચને કારણે વ્યક્તિ સ્પર્શ બાબતે અત્યંત સંવેદનશીલ બની જાય છે. તમારું પણ એવું જ હોઈ શકે.

બીજું, કલ્પના વધુ રૂપાળી અને ઉત્તેજક હોય છે એટલે મૅસ્ટરબેશન દરમ્યાન તમે સ્ખલનને અટકાવી શકતા ન હો એવું બની શકે છે. જ્યારે પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ નથી થતો ત્યારે તમે કલ્પનાને કાબૂમાં રાખી જ શકો છો.

મતલબ કે મૅસ્ટરબેશન દરમ્યાન ભલે તમને ધાર્યા કરતાં વહેલું સ્ખલન થઈ જતું હોય, પણ એનાથી તમે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનના દરદી નથી બની જતા. આ ઉંમરમાં હૉમોર્ન્સનું પ્રમાણ, રોમાંચ, નાવીન્ય અને સ્પર્શની સંવેદનશીલતાને જોતાં આવું થઈ શકે છે. ધીમે-ધીમે ઠરીઠામ થશો એટલે આપમેળે આ બધા ઊભરા ઓછા થઈ જશે.

સૌથી અગત્યનું એ છે કે તમે તમને પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા થઈ ગઈ છે એવી ગ્રંથિ મનમાં ભરાવો નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK