યોનિમાર્ગ અતિશય નાનો હોય તો શું ઇન્દ્રિય અંદર જઈ શકે?

Published: 31st October, 2012 06:01 IST

મારી ઉંમર ૨૩ વર્ષ છે. લગ્નને બે મહિના થઈ ગયા છતાં અમે સેક્સ કરી શક્યાં નથી. હું પહેલાં પણ અને અત્યારે પણ મૅસ્ટરબેશન કરી શકું છું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. લગ્નને બે મહિના થઈ ગયા છતાં અમે સેક્સ કરી શક્યાં નથી. હું પહેલાં પણ અને અત્યારે પણ મૅસ્ટરબેશન કરી શકું છું. મારી વાઇફ અને હું એકબીજાને ઓરલ સેક્સ કે મૅસ્ટરબૅશન કરી આપીએ છીએ, પણ યોનિપ્રવેશ શક્ય નથી બનતો. જ્યારે પણ હું ઇન્દ્રિયને વજાઇનામાં ઇન્સર્ટ કરવાની કોશિશ કરું છું ત્યારે તેને ખૂબ જ દુખાવો થાય છે ને તે આગળ વધવાની ના પાડી દે છે. મેં પણ આ પહેલાં ક્યારેય કોઈ સ્ત્રી સાથે સેક્સ કર્યું નથી એટલે શું કરવું એ સમજાતું નથી. અતિશય નાનો યોનિમાર્ગ હોય તો શું ઇન્દ્રિય અંદર જઈ શકે? ક્ષોભને કારણે કોઈને પૂછી શકાતું નથી, પ્લીઝ એવી સલાહ આપો, જેથી અમારી સેક્સલાઇફ શરૂ થાય.

જવાબ : લગ્નજીવનની નવી શરૂઆતમાં આવી તકલીફોથી ક્ષોભ પામવાની કે ઍન્ગ્ઝાયટી ફીલ કરવાની જરાય જરૂર નથી. તમે પુષ્કળ સમય સંવનનમાં ગાળો એ જરૂરી છે. રોજિંદા જીવનમાં એકમેક પ્રત્યે સમજણ દાખવો અને એકાંત અને હળવી પળોમાં રોમૅન્ટિક વાતો કરો. જો તેના મનમાં પ્રથમ સમાગમ વિશે કોઈ ડર કે ભય હોય તો એ બાબતે પણ વાતચીત કરી શકો છો.

ઘણી વાર સ્ત્રીઓમાં ડર, ભય અથવા ખોટી માન્યતાઓને લીધે સંભોગ કરતી વખતે યોનિની ઉપરના સ્નાયુઓ સંકોચાઈ જતા હોય છે એટલે ઇન્દ્રિયને યોનિમાં પ્રવેશવામાં તકલીફ પડે છે. જ્યારે પણ તમે સમાગમની તૈયારી કરો એ પહેલાં સારોએવો સમય ફોરપ્લેમાં ગાળો. એનાથી યોનિમાર્ગમાં લુબ્રિકેશન વધશે. પહેલાં તમારી એક આંગળી ને પછી બે આંગળી યોનિમાં નાખવાની કોશિશ કરો. બે આંગળીઓ સરળતાથી અંદર જાય અને લુબ્રિકેશન પણ પૂરતું હોય પછી જ ઇન્દ્રિયનો યોનિપ્રવેશ કરાવો. ધારો કે યોગ્ય માત્રામાં લુબ્રિકેશન ન હોય તો કોકોનટ ઑઇલ લગાવીને સ્નિગ્ધતા પેદા કરો. એ પછી કોઈ પણ જાતના ફોર્સ વિના ધીમે-ધીમે યોનિપ્રવેશ કરો. આ પ્રમાણે કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે અને તમે લગ્નજીવનનો આનંદ સુખેથી માણી શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK