ભાવિ પતિ સાથે હું સેક્સ માણું છું, પણ હવે કેવી કાળજી રાખવી?

Published: 30th December, 2014 05:16 IST

મારી ઉંમર ૨૬ વર્ષ છે. હાલમાં કોર્ટશિપ પિરિયડ ચાલે છે. હજી એક વર્ષ પછી અમારાં લગ્ન થશે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૬ વર્ષ છે. હાલમાં કોર્ટશિપ પિરિયડ ચાલે છે. હજી એક વર્ષ પછી અમારાં લગ્ન થશે. થોડા સમય પહેલાં જ અમે પહેલી વાર ઇન્ટિમસી કેળવેલી. એ વખતે મારા ફિયાન્સેએ વીર્યસ્ખલન બહાર રૂમાલમાં કરેલું. અચાનક જ આ બધું થઈ ગયેલું એટલે સ્વાભાવિક જ અમારી પાસે કૉન્ડોમ નહોતું. જોકે આ ઘટનાના પાંચેક દિવસ પછી તરત જ રાબેતા મુજબ મારું માસિક આવી ગયું એટલે ટેન્શન ટળી ગયું. મારે એ જાણવું છે કે હવે પછી અમારે શું કાળજી રાખવી જેથી અનવૉન્ટેડ પ્રેગ્નન્સી ન રહે? હજી પિયરમાં છું ત્યાં સુધી ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ રોજ લેવાનું અઘરું છે. દવા છુપાઈને લેવી અને રાખવી પડે અને કોઈને ખબર પડી જાય તો લોચો થઈ જાય. અમારાં લગ્ન નથી થયાં ત્યાં સુધી કદાચ મહિનામાં એક-બે વાર જ મળવાનું થશે. એમાં પણ કંઈ અમે દર વખતે ઇન્ટિમેન્ટ નહીં જ થઈએ. તો આવા સંજોગોમાં બહાર જ વીર્યસ્ખલન થાય એવી સાવધાની રાખીએ તો ચાલે. નૅચરલી સેફ દિવસોમાં જ મળીએ તો પણ વાંધો ન આવેને? બેસ્ટ સેફ ગાળો કયા દિવસોને ગણવો? મારી પિરિયડ સાઇકલ લગભગ ૨૯થી ૩૫ દિવસની છે.

જવાબ : કપલ પરણેલું હોય કે કુંવારું, પ્રેગ્નન્સી ટાળવા માટે કૉન્ડોમ જેટલું સેફ અને સુરક્ષિત સાધન બીજું કોઈ નથી. એ તમને પ્રેગ્નન્સીથી જ નહીં, જાતીય સંસર્ગથી ફેલાતા ચેપી રોગોથી પણ રક્ષણ આપશે.

પુલઆઉટ મેથડ વાપરીને સ્ખલન બહાર કરવાનું રાખો તો પણ એ ૧૦૦ ટકા સુરક્ષિત નથી. વ્યક્તિ ગમેએટલો પ્રયત્ન કરે, ક્યારેક વીર્યનું એકાદ ટીપું પણ જો યોનિમાર્ગમાં જતું રહ્યું તો એનાથી પણ ગર્ભ રહેવાની શક્યતા રહે જ છે.

તમે નૅચરલી સેફ દિવસોની ગણતરી ત્યારે જ કરી શકો જ્યારે તમારી પિરિયડની સાઇકલ હરહંમેશ રેગ્યુલર આવતી હોય. ૨૯થી ૩૫ દિવસમાં વચ્ચે જે ૮ દિવસનો ડિફરન્સ રહે છે એને કારણે સેફ દિવસોની વ્યાખ્યા પણ બદલાતી રહે. સામાન્ય રીતે માસિક પૂરું થયા પછીનું પહેલું વીક અને માસિક અટવાતું હોય એ પહેલાંનું એક અઠવાડિયું સેફ ગણી શકાય. સાઇકલમાં અનિયમિતતા હોય તો માસિક પહેલાંનું અઠવાડિયું નક્કી કરવામાં થાપ ખવાઈ જોય એવી શક્યતા રહે છે.

તમારે સંપૂર્ણપણે સેફ રહેવું હોય તો કૉન્ડોમ જ બેસ્ટ ઉપાય છે. નાછૂટકે જ તમે સેફ દિવસોની ગણતરીથી પુલઆઉટ મેથડ વાપરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK