સમાગમ કરતા હસ્તમૈથુન દરમિયાન શીઘ્રસ્ખલન થઈ જાય છે એનું શું કરવું?

Published: 30th November, 2012 06:43 IST

મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને બે વરસ થયાં છે. એ પહેલાં હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે ઝડપથી વીર્યસ્ખલન થઈ જતું હતું.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૮ વર્ષ છે. લગ્નને બે વરસ થયાં છે. એ પહેલાં હું હસ્તમૈથુન કરતો હતો ત્યારે ઝડપથી વીર્યસ્ખલન થઈ જતું હતું. જોકે લગ્ન પછી પત્ની સાથે સમાગમ કરતી વખતે ઇન્દ્રિયમાં ઉત્તેજના વધુ ટકવા લાગી. મેં કંઈ જ કર્યું નહોતું એ છતાં આપમેળે આ પરિવર્તન આવેલું. જોકે હાલમાં પત્ની પ્રેગ્નન્ટ છે એટલે ફરીથી હસ્તમૈથુન કરું છું. જોકે લગ્ન પહેલાં જે સમસ્યા હતી એ જ ફરીથી મૅસ્ટરબેશન વખતે થાય છે. સમાગમની સરખામણીએ ખૂબ જ ઝડપથી મને હસ્તમૈથુનમાં સ્ખલન થઈ જાય છે. મને હસ્તમૈથુન વખતે આવી તકલીફ કેમ થાય છે? હું અઠવાડિયામાં એકાદ જ વાર હસ્તમૈથુન કરું છું એટલે ફ્રીક્વન્સી પણ એટલી વધારે ન હોવા છતાં

જવાબ :
તમે લગ્ન પહેલાં હસ્તમૈથુન કરતા હતા ત્યારે પણ ઝડપથી સ્ખલન થતું હતું અને અત્યારે કરો છો ત્યારે પણ અને જ્યારે તમે સમાગમ કરો છો ત્યારે શીઘ્રસ્ખલનની તકલીફ નથી થતી. મતલબ કે તમને કોઈ શારીરિક તકલીફ નથી. માટે ચિંતાને કારણ નથી.

એક વાત સમજવી જોઈએ કે વ્યક્તિ અચાનક ખૂબ જ ઉત્તેજના અનુભવતી હોય તો શીઘ્રસ્ખલન થાય છે. તમે જ્યારે હસ્તમૈથુન કરતા હો ત્યારે મનમાં કોઈ ફેન્ટસી ચાલતી હશે બરાબર? આ ફેન્ટસી તમને વધુપડતા એક્સાઇટ કરી દે છે એટલે સ્ખલન વહેલું થઈ જાય છે. કેટલાક લોકો માટે હકીકત કરતાં કલ્પના વધુ ઉત્તેજના પેદા કરનારી હોય છે ને તમે એમાંના એક છો. એટલે જ તમને સમાગમ કરતાં એની કલ્પનાથી વધુ એક્સાઇટ થવાય છે.

હવે હસ્તમૈથુન દરમ્યાન તમે સ્ટૉપ ઍન્ડ સ્ટાર્ટ ટેક્નિક અપનાવવાનો પ્રયોગ કરો. જ્યારે એમ લાગે કે હવે સ્ખલન થવામાં છે ત્યારે હાથની મૂવમેન્ટ અટકાવી દો. અડધી મિનિટનો ગૅપ લો અને ફરી મૅસ્ટરબેશનની ક્રિયા શરૂ કરો. એમ કરવાથી સ્ખલન લંબાશે અને આનંદ પણ વધશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK