બોયફ્રેન્ડ સાથે સેક્સ માણ્યા બાદ ત્રીજા દિવસે મને ફરીથી બ્લીડિંગ થયું, હવે હું શું કરું?

Published: 30th October, 2014 05:15 IST

મારી ઉંમર ૨૪ વર્ષ છે. સામાન્ય રીતે મારી મેન્સ્ટુએશન સાઇકલ રેગ્યુલર અને નૉર્મલ છે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. સામાન્ય રીતે મારી મેન્સ્ટુએશન સાઇકલ રેગ્યુલર અને નૉર્મલ છે. પિરિયડ્સ શરૂ થયાના સાતમા દિવસે મારા બૉયફ્રેન્ડ સાથે ઇન્ટરકોર્સ કર્યા હતો. એકદમ પહેલી વારનું જ હતું અને અચાનક જ આવેગમાં અમે તણાયાં હોવાથી કૉન્ડોમની વ્યવસ્થા નહોતી કરી. જોકે તેણે ઇજેક્યુલેશન બહારની તરફ કર્યું હતું. ફસ્ટ એક્સપિરિયન્સમાં અમને બન્નેને ખૂબ જ મજા આવી, પણ એ પછી ટેન્શન હતું પ્રેગ્નન્સીનું. એ જ રાતે મેં ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લઈ લીધી હતી. જોકે એ દવાને કારણે કે પછી ડરને કારણે મને પુષ્કળ બેચેની લાગવા લાગેલી. અમે ઇન્ટરકોર્સ કર્યા એના ત્રીજા દિવસે મને ફરીથી બ્લીડિંગ થયું. અલબત્ત, આ બ્લીડિંગ વધારે નહોતું; પણ દિવસમાં ત્રણથી ચાર વાર સ્પૉટિંગ જેવું હતું. હવે બધું રાબેતા મુજબ છે. જોકે મારી નૉર્મલ પિરિયડ સાઇકલ મિસ થઈ ગઈ છે. પ્રેગ્નન્સી-ટેસ્ટ નેગેટિવ છે, પણ પિરિયડ્સ માટે શું કરવું?

જવાબ : ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાને કારણે એની સાઇડ ઇફેક્ટરૂપે ઘણી વાર તરત જ થોડુંક બ્લીડિંગ થાય છે. નૉર્મલ પિરિયડ સાઇકલ કરતાં દસ-બાર દિવસ ઉપર જતા રહ્યા હોય તો તમારે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરવા જોઈએ. ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવને કારણે હૉમોર્ન્સમાં આવેલા ટેમ્પરરી અસંતુલન માટે કદાચ ડૉક્ટર તમને હૉમોર્ન્સની ગોળી આપીને માસિક શરૂ કરવા માટેની દવા આપી શકે છે. જોકે એ માટે કોઈ સહેલીને પૂછીને આપમેળે ડૉક્ટર બનવાની ભૂલ કરવી નહીં. ગાયનેકોલૉજિસ્ટને યોગ્ય તપાસ કરવા દો. હવેથી ઇમર્જન્સી કૉન્ટ્રાસેપ્ટિવ પિલ લેવી પડે એવી ઇમર્જન્સી ઊભી ન થાય એનું ધ્યાન રાખવું.

******

સવાલ : મારી કામેચ્છા ઘટી ગઈ હોય એવું લાગે છે. પહેલાં મને મહિનામાં દસથી બાર વાર મન થતું હતું, પણ હવે મહિનામાં માંડ ચારથી પાંચ વાર જ મન થાય છે. કામેચ્છા વધારવા શું કરવું?

જવાબ : કામેચ્છા કુદરતી બાબત છે. એ પેદા કરી શકાય એવી કોઈ દવા હજી સુધી શોધાઈ નથી. ઉંમરની સાથે-સાથે બૉડીમાં હૉમોર્ન્સમાં કમી આવવા લાગે છે અને કુદરતી રીતે જ કામેચ્છા ઘટે છે. પહેલાં જેવું જ હંમેશાં રહેવું જોઈએ એવો તમારો આગ્રહ નકામો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK