સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : પ્રેગ્નન્સી દરમ્યાન ખૂબ જ મોટી થઈ ગયેલી મારી બ્રેસ્ટ્સ ડિલિવરીનાં પાંચ-સાત વરસ પછી સાવ જ ઢીલી થઈ ગઈ છે. મેં બન્ને બાળકોને નવથી દસ મહિના સુધી નિયમિત સ્તનપાન કરાવ્યું હતું. એ વખતે તો ખાસ ખબર ન પડી, પણ હવે સ્તન ખૂબ લચી પડેલાં લાગે છે. સાઇઝ પહેલાં જેટલી જ હોવા છતાં ઢીલાં અને લચી પડેલાં સ્તનને કારણે ફીગર બગડી ગયું છે. મારા હસબન્ડને પણ સેક્સ દરમ્યાન મારાં સ્તન ચૂસવાની આદત છે. એક્સાઇટમેન્ટમાં દબાવે તો દુખે પણ છે. શું ચૂસવાને કારણે સ્તન ઢીલાં થઈ જાય? એને ફરીથી ઉન્નત કરવા માટે શું કરવું જોઈએ? કોઈ તેલ કે મસાજ કામ આવે? મારા હસબન્ડને બ્રેસ્ટથી જ વધુ ઉત્તેજના આવે છે. ઉન્નત બ્રેસ્ટ માટેની ઘણી દવાઓ આવે છે એમાંથી કઈ સારી ગણાય?
જવાબ : બ્રેસ્ટ ચૂસવાથી એના આકારમાં કોઈ ફરક પડતો નથી. સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમ્યાન સ્તન ભરાય છે અને બ્રેસ્ટફીડ નિયમિત કરાવવાથી તેમ જ યોગ્ય ફીટિંગવાળી બ્રેસિયર પહેરી રાખવાથી ફરી પાછાં નૉર્મલ થઈ જાય છે. જ્યારે યોગ્ય સપોર્ટ મળે એવી બ્રેસિયર ન પહેરવામાં આવે ત્યારે સ્તન લચી પડે છે. કેટલીક વાર તો યુવાન સ્ત્રીઓ ખોટા માપની વધુપડતી ફિટ કે વધુપડતી ઢીલી બ્રેસિયર પહેરતી હોય તો પણ એ ભાગના મસલ્સ વહેલા લચી પડે છે. ખાસ કરીને હેવી બ્રેસ્ટ ધરાવતી સ્ત્રીઓએ નીચેથી સપોર્ટ મળે એવી ન વધુ ફિટ, ન ઢીલી એવી બ્રેસિયર પહેરવી જોઈએ.
સ્તનને સુડોળ બનાવવા માટે બજારમાં મળતી કોઈ દવા-મલમ હજી સુધી તો અસરકારક સાબિત નથી થયાં એટલે એ ચીજો પાછળ ખર્ચ કરવો વ્યર્થ છે. બાવડાંની અને છાતીના સ્નાયુઓ કસાય એવી કસરતો નિયમિત કરવી અને યોગ્ય માપની ફીટિંગવાળી બ્રેસિયર પહેરવાની આદત રાખવાથી સ્થિતિ જરૂર કાબૂમાં આવી શકશે.
કોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 IST