મારી પત્નીને મારા કરતા વધુ ઉત્તેજના આવે છે, શું કરું?

Published: Dec 29, 2014, 05:24 IST

મારી ઉંમર ૩૬ વર્ષ છે. લગ્નને નવ વર્ષ થયાં છે. છ વર્ષની એક દીકરી છે.સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૩૬ વર્ષ છે. લગ્નને નવ વર્ષ થયાં છે. છ વર્ષની એક દીકરી છે. આ જમાનામાં બેઉ જણ કામ ન કરે તો ઘરસંસારની ગાડી બરાબર ચાલતી નથી એટલે અમે બન્ને જૉબ કરીએ છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી સેક્સ-લાઇફમાં ઓટ આવવા લાગી છે. પહેલાં કામના ભારણ અને થાકને કારણે ફ્રીક્વન્સી ઘટતી ગઈ હતી, પણ હવે મને કામેચ્છા જ નથી જાગતી. મારી વાઇફને મારા કરતાં વધુ ઇચ્છા થતી હોય એવું લાગે છે, પણ મને ખબર નહીં એમાં બહુ રસ નથી પડતો. મારી ઉંમરના બીજા દોસ્તોનું અંગત જીવન ખૂબ જ સ્પાઇસી છે. અમારા જીવનમાં જે રસકસ રહ્યો છે એ મારી પત્નીની પહેલને કારણે. એક વાર સમાગમમાં રત થાઉં તો ઉત્તેજનામાં વાંધો નથી આવતો. શું આ ઉંમરે સેક્સ-લાઇફમાં સાવ જ રસ ન રહે એવું બને ખરું? જીવનમાં જાણે બધું રૂટીન, એકરૂપ અને કંટાળાજનક ઘટનાઓ જ હોય એવું લાગ્યા કરે છે. રાતે સૂતી વખતે જાતજાતના વિચારોથી મગજ ચગડોળે ચડેલું હોય છે. મને કોઈ જ શારીરિક તકલીફ નથી છતાં આવું કેમ થતું હશે? કોઈ હર્બલ દવાથી કામેચ્છા વધે?

જવાબ : કામેચ્છા કુદરતી ચીજ છે. હજી સુધી કામેચ્છા વધારતી કોઈ દવા શોધાઈ નથી. જાણીતા સેક્સોલૉજિસ્ટ પ્રકાશ કોઠારી કહેતા હોય છે કે કામેચ્છા બે પગ વચ્ચે નહીં, બે કાન વચ્ચે પેદા થાય છે.

તમે જાતે ડૉક્ટર બનીને ભલે કીધું કે તમને કોઈ તકલીફ નથી, પણ એવું ન પણ હોય. તમારી ઉંમર હજી ૩૬ વર્ષ છે અને તમે કહો છો એમ કામેચ્છા થતી જ નથી એ સાવ નૉર્મલ તો નથી જ. કામેચ્છા ઘટવાનાં કારણો દૂર કરવાથી જરૂર ફાયદો થઈ શકે છે. કામેચ્છા નબળી પડવા પાછળ અનેક કારણો કામ કરતાં હોય છે. તમને કેમ અને ક્યારથી આવું થઈ રહ્યું છે એનું યોગ્ય નિદાન થવું જરૂરી છે. તમે જે રસ ઊડી જવાની વાત કરો છો એ કેટલેક અંશે ડિપ્રેશનનાં લક્ષણો સૂચવે છે.

જોકે મને લાગે છે કે તમારે સેક્સોલૉજિસ્ટને મળીને સમસ્યાના મૂળને સમજી એને દૂર કરવાનું કામ કરવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK