યોનીમાં આંગળી નાખવાથી વર્જિનીટી ભંગ થાય ખરી?

Published: 29th November, 2012 06:30 IST

મારી ઉંમર ૨૩ વર્ષ છે. હું નાની હતી ત્યારે મારા દૂરના કાકાએ મારી સાથે બળાત્કારની કોશિશ કરેલી.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. હું નાની હતી ત્યારે મારા દૂરના કાકાએ મારી સાથે બળાત્કારની કોશિશ કરેલી. એ વાત મેં કોઈને કહી નથી. એ વખતે મારી સાથે શું થયેલું એ પણ મને તો યાદ નથી. જોકે અત્યારે મને ચિંતા છે કે એ ઘટનામાં મારી વર્જિનિટી જતી રહી હશે કે કેમ? અત્યારે મૅસ્ટરબેશન દરમ્યાન હું એક આંગળી અંદર નાખવાની કોશિશ કરું છું તો આસાનીથી અંદર જઈ શકે છે. કોઈ અવરોધ નથી આવતો અને દુખાવો પણ નથી થતો. શું એનો મતલબ એ કે હું વર્જિન નથી રહી? મને તો એક આંગળી નાખવાથી કોઈ ખાસ ઉત્તેજના પણ નથી થતી. મને લગ્ન પછી પહેલું સુખ વર્જિન અવસ્થામાં જ માણવું છે. એના માટે કોઈ ડૉક્ટર પાસે જઈને કૌમાર્યપટલનું ચેક-અપ કરાવી શકાય? કોને કન્સલ્ટ કરવા જોઈએ એ જણાવશો.

જવાબ : તમે લગ્ન અને સેક્સ્યુઅલ રિલેશનશિપ બાબતે કેટલીક કલ્પનાઓ અને માન્યતાઓ બાંધી બેઠાં છો એટલે કોઈ જ કારણ વિના જીવનમાં ઍન્ગ્ઝાયટી સર્જાઈ છે. સૌથી પહેલી વાત તો એ કે કૌમાર્યપટલ અખંડિત હોય કે ન હોય એને અને સેક્સ્યુઅલ પ્લેઝરને કોઈ જ લેવાદેવા નથી. તમારા કે તમારા પાર્ટનરના આનંદમાં એનાથી કોઈ જ ફરક નથી પડવાનો. એટલે જો કોઈ ડૉક્ટર તમને કહે કે કૌમાર્યપટલ તૂટી ગયો છે તો પણ તમારા ભાવિ પતિ સાથેની સુંદર પળોના આનંદમાં કોઈ જ ઓટ આવવાની નથી.

તમારી સાથેના બળજબરીના અનુભવને કારણે અત્યારે કદાચ તમારે મન આ બાબતનું આટલું બધું ઇમ્પોર્ટન્સ છે. બાકી ઘણી વાર કેટલીક યુવતીઓમાં કૌમાર્યપટલ સમાગમ પછી પણ અકબંધ રહે છે અને ક્યારેક ભારે વજન ઉપાડવાથી કે હેવી સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી પણ તૂટી જાય છે. મને લાગે છે કે કૌમાર્યપટલની હયાતીની તપાસ કરાવવાથી તમે ભૂતકાળના અનુભવને અને વર્જિનિટીને સાંકળીને મનમાં બીજી વધારાની ગ્રંથિઓ જ ઊભી કરશો, એનાથી કોઈ જ ફાયદો નહીં થાય. એ છતાં સમાધાન કરવું હોય તો કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને મળો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK