સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : હું અને મારી પત્ની બન્ને ૪૦ વર્ષનાં છીએ. અમારે દસ વર્ષની દીકરી છે. અમારે બીજું બાળક જોઈતું હતું, પણ ડિલિવરી પછી પત્નીને ટીબી થયો હતો અને ઘણો સમય તબિયત ઠીક નહોતી રહેતી એટલે પ્રેગ્નન્સી ટાળી. હવે પ્રેગ્નન્સી રાખીએ તો શું બાળકને કોઈ તકલીફ થાય? મોટી ઉંમરની સ્ત્રીનું બાળક ખોડખાંપણવાળું પણ આવી શકે છે. પહેલી પ્રેગ્નન્સી અને ડિલિવરી પણ નૉર્મલ થઈ હતી. સેક્સમાં તેને રસ નહોતો પડતો, પણ હવે તે આપમેળે જ રસ લેતી થઈ ગઈ છે. શું આવા સંજોગોમાં અમે બીજા બાળક માટે પ્રયત્ન કરી શકીએ?
જવાબ : તમારી પત્નીને પહેલી પ્રેગ્નન્સી કુદરતી રીતે રહી હતી અને ડિલિવરી પણ નૉર્મલી થઈ હતી એટલે ફરી પ્રેગ્નન્સી રાખવામાં દેખીતી રીતે જોઈએ તો વાંધો આવવો ન જોઈએ. જોકે ટીબીની સારવાર તમે પૂરેપૂરી કરાવી લીધી હોવી જરૂરી છે. ટીબીના જંતુ શરીરમાં રહી ગયા નથીને એ માટેની ટેસ્ટ તમારા ગાયનેકોલૉજિસ્ટને મળીને કરાવી લો.
એ વાત સાચી છે કે મોટી ઉંમરે બાળકને જન્મ આપવામાં કૉમ્પ્લિકેશન્સ વધી શકે છે. સ્ત્રીઓની શારીરિક ક્ષમતા પણ ઘટે છે ને સાથે જ અંડબીજ કે શુક્રાણુની ક્વૉલિટી ઘટી હોવાને કારણે મિસકૅરેજ થવાની શક્યતાઓ પણ રહે છે. એને કારણે ખોડખાંપણવાળું બાળક જન્મવાની શક્યતાઓ વધે છે. જોકે હવે એવી કેટલીય લેટેસ્ટ પરીક્ષણ-પદ્ધતિઓ આવી છે જેનાથી ગર્ભમાં રહેલા બાળકનો યોગ્ય વિકાસ થઈ રહ્યો છે કે કોઈ શારીરિક અથવા જનીનગત તકલીફો છે એ વિશે જાણી શકાય છે.
સામાન્ય રીતે ૨૫થી ૩૨ વર્ષ દરમ્યાન સરળતાથી પ્રેગ્નન્સી અને ડિલિવરી થઈ શકે છે. ઉંમર વધતાં કૉમ્પ્લિકેશન્સ વધે છે. જોકે ૪૨-૪૫ વર્ષની સ્ત્રીઓ પણ થોડીક કાળજી રાખે તો હેલ્ધી બાળક પેદા કરી શકે છે. તમારે પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો તમારા ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો, જરૂરી ટેસ્ટ કરાવો અને પછી તેમની સલાહ મુજબ આગળ વધશો તો કોઈ જ વાંધો નહીં આવે.
સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?
25th January, 2021 07:43 ISTજુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 IST