પતિથી મને ચરમસીમા જ નથી અનુભવાતી, શું કરવું?

Published: 28th November, 2014 05:12 IST

અમારાં લગ્નને આઠ મહિના થયા છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે લગ્ન પછીના પહેલા વર્ષ દરમ્યાન યુગલ લગભગ રોજ સંબંધ રાખે છે, પણ મારા કેસમાં એવું નથી.સેક્સ-સંવાદ  - ડૉ. રવિ કોઠારી

સવાલ : અમારાં લગ્નને આઠ મહિના થયા છે. મારી બહેનપણીઓનું કહેવું છે કે લગ્ન પછીના પહેલા વર્ષ દરમ્યાન યુગલ લગભગ રોજ સંબંધ રાખે છે, પણ મારા કેસમાં એવું નથી. અલબત્ત, મને પણ રોજ કામેચ્છા જાગતી નથી. મારા પતિ પણ અઠવાડિયામાં બે કે ત્રણ જ વાર પહેલ કરે છે. મારા હસબન્ડ ખૂબ જ સારા છે. મારી ખૂબ કાળજી રાખે છે અને મારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ્સ વગેરે પણ લાવે છે. મારી બીજી ફ્રેન્ડ્સ કહેતી હોય છે કે તેમના પતિઓ અમુક ચેષ્ટાઓ કરે ત્યારે તેમને ખૂબ જ તીવ્ર કામેચ્છા જાગે છે, પણ મારા પતિ એવું કશું કરતા નથી. ફોરપ્લે દરમ્યાન તેઓ રોમૅન્ટિક હોય છે એ છતાં મને એટલી ઉત્તેજના નથી જાગતી. તેઓ તીવ્રતાથી મને ઝંખતા હોય એવું ન લાગતું હોવાથી મને ચરમસીમા નથી અનુભવાતી.

જવાબ : એક વાત સમજવી જરૂરી છે કે દરેક યુગલની સેક્સ્યુઅલ લાઇફ યુનિક હોય છે. એને સરખાવવાની ભૂલ ભારે પડે એમ છે. સામાન્ય રીતે ફોરપ્લે દરમ્યાન રોમૅન્ટિક, હળવી અને પરસ્પરને ગમતી ચેષ્ટાઓમાં થોડોક સમય ગાળવામાં આવે છે. આ દરમ્યાન શું તમે એવું ધારી બેઠાં છો કે તમને તીવ્ર કામેચ્છા પેદા કરવાની જવાબદારી મારા પતિની જ છે? તમારા પતિ તમને પ્રેમ કરે છે, તમારી કાળજી રાખે છે અને સંબંધો ખૂબ જ સારા છે ત્યારે સમાગમને વધુ ઇન્ટરેસ્ટિંગ અને એન્જૉયેબલ બનાવવા માટે તમે શું કરો છો?

ઘણી મહિલાઓ માનતી હોય છે કે સેક્સ માટે ઉત્તેજિત કરવાની જવાબદારી પતિની હોય છે. સંભોગ બન્ને પક્ષ તરફથી ભોગવાય છે. એને સમભોગ કહે છે અને એ માટે બન્ને વ્યક્તિની તૈયારી હોય એ જરૂરી છે. તીવ્ર કામેચ્છા જાગે એ માટે પતિએ કંઈક કરવું જોઈએ એવું વિચારવાને બદલે તમને શું ગમે છે અને શાનાથી ઇચ્છા જાગે છે એ વિચારો. તમને કેવી ચેષ્ટાઓ ગમે છે એ વિશે હસબન્ડને પ્રેમથી વાત કરો. તમે તમારા બૉડીને એક્સપ્લોર કરો અને સાથે મળીને ચરમસીમા મેળવવાની કોશિશ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK