સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૪૬ અને પતિની ૪૯ વર્ષ છે. અમારી સેક્સલાઇફ સારી છે. મારા પતિને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે હું મને મન હોય કે ન હોય, પૂરતો સાથ આપું છું. એ છતાં મેં જોયું છે કે તેમને બીજી સુંદર સ્ત્રીઓ તરફ જોવાની આદત છે. ક્યારેક તો તેઓ પુરુષો માટેનાં મૅગેઝિનો આવે છે એમાં અડધી નર્વિસ્ત્ર હોય એવી મૉડલોના ફોટા ચોરીછૂપીથી જોતા હોય છે. હવે તો અમારાં સંતાનો જુવાન થવા આવ્યાં છે ત્યારે આવી હરકત ઠીક નહીં. તેમને ઘણું ટોકું છું, પણ જાણે સુંદર સ્ત્રી જોઈને તેઓ જાણે મુગ્ધ થઈ ગયા હોય એમ મોં ફાટેલું રહે છે. હું બાજુમાં હોઉં તો પણ તેમના મોંમાંથી બોલાઈ જાય કે શું સુંદર લાગે છે આ બાઈ? તેમનું શું કરવું? બીજી સ્ત્રીઓને જોવાનું બંધ કરે એ માટે શું કરવું?
જવાબ : કદાચ તમને થોડુંક વિચિત્ર લાગશે, પણ મોટા ભાગના પુરુષો આવું ફીલ કરતા હોય છે. વિજાતીય આકર્ષણ કંઈ યુવાનીમાં જ અનુભવાય એવું થોડું છે? એ તો જીવનના દરેક તબક્કે હોઈ શકે છે. સૌથી સારી વાત એ છે કે તેઓ સુંદર સ્ત્રીને જોઈને અભિભૂત ભલે થઈ જાય, ભાન નથી ભૂલતા. જ્યાં સુધી તેઓ માત્ર જોવાનો જ આનંદ મેળવે છે ત્યાં સુધી ચિંતા કરવા જેવું નથી. તમે ધારો કે આ પ્રકારના આનંદ ન લેવાય એમ કહીને ટોકવાનું શરૂ કરશો તો તેઓ તમારી સામે આ પ્રકારનું બોલવાનું બંધ કરશે, પણ મનથી તો ચોરીછૂપીથી તો સુંદરતાથી મોહિત થવાનું બંધ નથી થવાનું.
તમારા પતિ સુંદર સ્ત્રી સાથે કદી અણછાજતું વર્તન કરવા સુધી નથી પહોંચી જતા એ ખૂબ જ સારી વાત છે. હા, બીજી સ્ત્રીનાં વખાણથી તમને ઈર્ષા થાય એ સહજ છે, પણ કદાચ દુનિયાના ૯૦ ટકા પુરુષો પત્ની સિવાયની સ્ત્રીની સુંદરતાને પણ દૂરથી માણતા હોય જ છે. તમારા પતિ તો તમારી સામે પણ આવું બોલી કાઢે છે એનો મતલબ કે તેમના મનમાં કોઈ પાપ નથી. જ્યાં સુધી મન અને વર્તન સાફ છે ત્યાં સુધી તમારે ચિંતાને કારણ નથી.
મારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 ISTછેલ્લા ઘણા વખતથી મને સમાગમમાં ઉત્તેજના નથી આવતી. શું કરું?
13th January, 2021 12:29 IST