સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૫૧ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૪૮ની. બે વર્ષથી પત્ની મેનોપૉઝમાં આવી ગઈ છે. તેને યોનિપ્રવેશમાં પીડા થતી હોવાથી એક વરસથી સંભોગ બંધ હતો. તેની કામેચ્છા સાવ જ ઘટી ગઈ છે. મને પણ સેક્સ વર્જ્ય હતું, કેમ કે આ જ સમય દરમ્યાન મારે પણ બાયપાસ સર્જરી કરાવવી પડી. રિકવરીમાં છએક મહિના ગયા. હવે બધું જ બરાબર છે ને ક્યારેક હળવી રોમૅન્ટિક પળો માણીએ છીએ. ક્યારેક હસ્તમૈથુન કરું છું, પણ સમાગમમાં નિષ્ફળ જવાય છે. મહિનામાં બે વાર મને સ્વપ્નદોષ થઈ જાય છે. અમારે ફરી સંભોગ શરૂ કરવા શું કરવું જોઈએ? ઇચ્છા ન થતી હોય તો શું કરવું જોઈએ?
જવાબ : જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીના શબ્દોમાં કહીએ તો કામેચ્છા બે કાન વચ્ચે હોય છે, બે પગ વચ્ચે નહીં. તમે હળવી મસ્તી માણો છો એ બતાવે છે કે તમને એકમેકનો સાથ ગમે છે. મારી સલાહ માનો અને તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક નિરાંતના સ્થળે જતા રહો અને એકાંત માણો. નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાયટી નહીં રહે ને તમે મુક્તપણે મસ્તી કરી શકશો. ઉત્તેજના માટે સ્પર્શ ખૂબ અસરકારક છે, કેમ કે ચામડીમાં અમુક જગ્યાએ જ્ઞાનતંતુઓ આવેલા છે એને સ્પર્શવાથી કામેચ્છા અને ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થાય છે.
સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે. સાથે-સાથે તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ ઇન્દ્રિય અને યોનિમાર્ગમાં કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તમારી પત્નીને મેનોપૉઝને કારણે યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.
પત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 ISTફોરસ્કિન પર ચીરા, ઘર્ષણ અને લાલાશનું કારણ કોઈ ગંભીર સમસ્યા તો નથી ને?
15th January, 2021 07:15 ISTશું મોટી બ્રેસ્ટવાળી સ્ત્રીઓને સ્તન-કૅન્સર થાય છે એ વાત સાચી છે?
14th January, 2021 08:20 IST