હું પુરૂષ હોવા છતાંય મને બ્રેસ્ટ વિકસી રહ્યા છે, હવે શું કરું?

Published: 27th November, 2014 06:06 IST

મારી ઉંમર ૨૪ વર્ષ છે. ટીનેજ દરમ્યાન મને ખૂબ જ આછી દાઢી ઊગી હતી. હવે ચહેરા પર દાઢી-મૂછ છે, પણ છાતી અને હાથ-પગ પર બહુ પાંખી રૂંવાટી છે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે. ટીનેજ દરમ્યાન મને ખૂબ જ આછી દાઢી ઊગી હતી. હવે ચહેરા પર દાઢી-મૂછ છે, પણ છાતી અને હાથ-પગ પર બહુ પાંખી રૂંવાટી છે. બીજું, ૧૫ વર્ષનો હતો ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે મારાં બ્રેસ્ટ્સ વિકસી રહ્યાં છે. છાતીના ભાગમાં સ્ત્રીઓ જેવો ઉભાર લાગે એટલી ચરબી જામી છે. હંમેશાં લૂઝ શટર્સ પહેરું છું જેથી બીજા કોઈને ખબર ન પડે. ટી-શર્ટ પહેરવાની ઇચ્છા ઘણી થાય છે, પણ પછી લોકો મારી મજાક ઉડાવશે એ બીકે મન વાળી લઉં છું. ઓબેસિટીનો શિકાર હોવાથી મેં વર્કઆઉટ અને ડાયટિંગ કરવાનું શરૂ કર્યું અને વજન ઘટાડ્યું; પણ છાતી પરની ચરબી ઘટી નથી, બલ્કે વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. મસ્ક્યુલર બૉડી બનાવવા માટે હું ઘરે જ સીટ-અપ્સ અને બીજી કસરતો કરું છું, પણ છાતીના ભાગની ચરબી ટસની મસ નથી થતી. ઇન ફૅક્ટ, મારું ઓવરઑલ વજન વધે ત્યારે પણ છાતીના ભાગમાં જ વધુ ચરબી જમા થાય છે. શું ઑપરેશનથી છાતીની ચરબી દૂર કરાવી શકાય? મને સૌથી મોટો ડર તો અંગત જીવનનો લાગે છે. મારી ગર્લફ્રેન્ડ મારી અસલિયત જાણીને મને છોડી તો નહીં દેને?

જવાબ : યૌવનપ્રવેશકાળ દરમ્યાન હૉમોર્ન્સમાં આવતા ફેરફારને પગલે છોકરાઓમાં પણ ક્યારેક સ્તન જેવો ઉભાર જોવા મળે છે. જોકે મોટા ભાગના કિસ્સામાં આ સમસ્યા ટેમ્પરરી હોય છે. હૉમોર્નલ સંતુલન આવી જતાં બધું બરાબર થઈ જાય છે. જોકે તમને પ્યુબર્ટી-એજ પૂરી થયાને ઘણો સમય થઈ ગયો છે અને દાઢી-મૂછ તેમ જ અન્ય લક્ષણો પણ નૉર્મલ થઈ ગયાં છે. જોકે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો હજીયે હૉમોર્નલ અસંતુલન હશે તો એક વાર સર્જરી કરાવ્યા પછી ફરીથી આ જ સમસ્યા ઊભી થઈ શકે છે. કાયમી અને જડમૂળના ઉકેલ માટે તમારે જરાય શરમાયા વિના એક વાર સારા એન્ડોક્રાઇનોલૉજિસ્ટ એટલે કે હૉમોર્ન્સના નિષ્ણાતને કન્સલ્ટ કરવા જોઈએ. હૉમોર્ન્સની પૂરી તપાસ પછી જે નિદાન થાય એ મુજબનો વિકલ્પ પસંદ કરી શકાય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK