ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા બાદ સહવાસ ઉત્સાહજનક નથી, શું કરવું?

Published: 27th November, 2012 06:41 IST

પંદર વરસ પહેલાં જે મારી ગર્લફ્રેન્ડ હતી અને જેની સાથે મેં ચોરીછૂપીથી ખૂબ સેક્સ માણ્યું છે તેની સાથે હવે લગ્ન પછી તકલીફો શરૂ થઈ છે. અમારાં બન્નેનાં લગ્ન બીજે થઈ ગયાં હતાં અને તેનો હસબન્ડ ગુજરી ગયા અને મેં પણ મારા પાર્ટનરથી છૂટા પડીને તેની સાથે લગ્ન કર્યા છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ: પંદર વરસ પહેલાં જે મારી ગર્લફ્રેન્ડ હતી અને જેની સાથે મેં ચોરીછૂપીથી ખૂબ સેક્સ માણ્યું છે તેની સાથે હવે લગ્ન પછી તકલીફો શરૂ થઈ છે. અમારાં બન્નેનાં લગ્ન બીજે થઈ ગયાં હતાં અને તેનો હસબન્ડ ગુજરી ગયા અને મેં પણ મારા પાર્ટનરથી છૂટા પડીને તેની સાથે લગ્ન કર્યા છે. અમારા બન્નેની ઉંમર ૩૯ વર્ષ છે. તેને અને મને બન્નેને પહેલાં લગ્નથી એક-એક સંતાન છે. જોકે લગ્ન પહેલાં અમે જે સેક્સલાઇફ માણતાં હતાં એવું હવે શક્ય નથી બનતું. પહેલાં જે ચીજો તે એન્જૉય કરતી હતી તેનાથી હવે ઇરિટેટ થાય છે. મને સમજાતું નથી કે ઉંમરને કારણે આવેલું પરિવર્તન છે કે તે હજી પોતાના પહેલા પતિને મિસ કરે છે એટલે? મેં ક્યારેય જબરજસ્તી નથી કરી એ છતાં ક્યારે તેનો મૂડ બગડી જશે એ કહેવું મુશ્કેલ છે.

જવાબ: રમૂજમાં કહેવાય છે કે પત્નીને પૂરેપૂરી સમજી શક્યો હોય એવો પતિ આજ સુધી પાક્યો નથી. જોકે એનો મતલબ એ નથી કે પત્નીને સમજવાનું છોડી દેવું. તમારાં બન્નેનાં આ બીજાં લગ્ન છે એટલે પહેલા સંબંધની યાદો અને અનુભવોને તમે જ્યાં સુધી પાછળ છોડી દો એ જરૂરી છે. એમાંય તેનો પહેલો પતિ અવસાન પામ્યો છે ત્યારે તેની સાથે સંકળાયેલી કોઈ યાદો તેને અકળાવી મૂકે એ સ્વાભાવિક છે.

હવે સેક્સક્રીડાની વાત. જે ચેષ્ટા પહેલાં ગમતી હતી એ હવે નથી ગમતી એમાં કંઈ ઍબ્નૉર્મલ નથી. જીવનના દરેક તબક્કે વ્યક્તિની પસંદ-નાપસંદમાં ફરક આવે એ સ્વાભાવિક છે. તેને પહેલાં શું ગમતું હતું એને બદલે અત્યારે શું ગમે છે એ જાણવું તમારા માટે વધુ અગત્યનું છે. હળવાશના મૂડમાં હોય ત્યારે હવે તેને ક્યાં સ્પર્શ કરવો ગમે છે અને કઈ ચેષ્ટાઓથી આનંદ અને રોમાંચ મહેસૂસ થાય છે એ પૂછીને પછી આગળ વધશો તો અચાનક જ મૂડ ઑફ થઈ જવાને કારણે આવતી અડચણનો સામનો નહીં કરવો પડે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK