મારી પત્નીને લાગ્યા કરે છે કે મારે જલદી વીર્યસ્ખલન થઈ જાય છે, હું શું કરું?

Published: 27th October, 2014 05:15 IST

મારી ઉંમર ૨૫ વર્ષ છે. લગ્નને જસ્ટ બે મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે મને ઇજેક્યુલેશન ધાર્યા કરતાં વહેલું થઈ જાય છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૫ વર્ષ છે. લગ્નને જસ્ટ બે મહિના થયા છે. મારી સમસ્યા એ છે કે મને ઇજેક્યુલેશન ધાર્યા કરતાં વહેલું થઈ જાય છે. હું ૧૬ વર્ષનો હતો ત્યારથી મૅસ્ટરબેશનનો આદી થઈ ગયો હતો. વચ્ચે કેટલોક સમયગાળો તો એવો ગયો હતો જ્યારે હું દિવસમાં ચારથી પાંચ વાર મૅસ્ટરબેશન કરતો હોઉં. લગ્ન પહેલાં મેં કદી કોઈ છોકરી સાથે સંબંધો બાંધ્યા નહોતા. મને મૅસ્ટરબેશન વખતે વહેલું સ્ખલન થઈ ગયું હોય એવું ભાગ્યે જ બનતું. જોકે લગ્ન પછી કંઈક અવળું જ થયા કરે છે. અમારાં અરેન્જ્ડ મૅરેજ છે, પણ મને તો તેને જોતાં પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો. મતલબ કે અમારી વચ્ચે પ્રેમલગ્ન જેવો જ પ્રેમ છે છતાં પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનને કારણે હંમેશાં મારે એમ્બ્રેસિંગ સિચુએશનમાં મુકાવું પડે છે. મારી વાઇફને પણ હવે તો લાગે છે કે મને વહેલું જ વીર્યસ્ખલન થઈ જાય છે.

જવાબ : ભાઈ, લગ્ન પછીનો શરૂઆતનો ગાળો ખૂબ રોમૅન્ટિક અને રોમાંચક હોય છે. આવા સંજોગોમાં તમે વધુપડતા એક્સાઇટ થઈ જતા હો એવું સ્વાભાવિક છે. એક્સાઇટમેન્ટની ચરમસીમા અનુભવાય ત્યારે વીર્યસ્ખલન થાય છે. નવા સંબંધોનો રોમાંચ હોવાથી તમે એક્સાઇટમેન્ટ કાબૂમાં ન રાખી શકો એ પણ સહજ છે. શીઘ્રસ્ખલન થઈ જાય છે એ બાબતે ચિંતાને કારણ નથી. તમારી વાઇફને સંતોષ મળે એ માટે ફોરપ્લેમાં પૂરતો સમય ગાળો. ફોરપ્લે દરમ્યાન જ ઓરલી કે હાથથી તેને સંતોષ આપી દો. એમ કરવાથી તમે ઇન્ટરકોર્સની શરૂઆત કરો એ પહેલાં જ પત્ની સંતુષ્ટ હશે. એને કારણે તેને તમારા શીઘ્રસ્ખલનથી તકલીફ નહીં થાય. અગેઇન એ પછી પણ અંગત અને મીઠી પળો માણતા રહેશો તો તમારું સ્ખલન વહેલું થાય છે કે મોડું એનો ઇશ્યુ નહીં થાય.

બીજું, લગ્નજીવનનું નાવીન્ય જેમ ઓસરતું જશે એમ આપમેળે એક્સાઇટમેન્ટ પર કન્ટ્રોલ આવતો જશે. એમ છતાં તમારે સ્ખલન લંબાવવું હોય તો ઍનેસ્થેટિક જેલી લગાવીને ઇન્દ્રિય ધોઈ નાખો અથવા તો ડેપોક્સિટિનની ૩૦ મિલિગ્રામની ગોળી સમાગમના એક કલાક પહેલાં લઈ શકો છો. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK