ડિપ્રેસનની દવા લીધી તો કામેચ્છા ઘટી ગઈ, હવે શું કરૂં?

Published: 26th December, 2014 04:53 IST

મારી ઉંમર ૩૭ વર્ષ છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનને કારણે અત્યારે સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૭ વર્ષ છે. ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનને કારણે અત્યારે સાઇકિયાટ્રિસ્ટની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. કેટલીક દવાઓ આપી છે જે મારે લગભગ છથી સાત મહિના સુધી લેવાની છે. આમેય મને પહેલાં કામેચ્છા બહુ ઓછી થતી હતી, પણ હમણાંથી મને એવું લાગે છે કે જ્યારથી મેં દવા લેવાનું ચાલુ કર્યું છે ત્યારથી ઉત્તેજનામાં પણ કમી આવી ગઈ છે. ડૉક્ટરને કન્સલ્ટ નહોતા કર્યા ત્યારે મારી સેક્સ-લાઇફ અત્યાર કરતાં સારી હતી એવું મને લાગે છે. શું આ મારો ભ્રમ છે કે પછી ખરેખર દવાની આડઅસરને કારણે આવું થાય છે? શું આ દવાની આડઅસર કાયમી તો ન હોયને? આ દવાઓ ચાલુ કર્યા પછી મારો ઓવરઑલ મૂડ સારો રહે છે. હું કામમાં સારું મન પરોવી શકું છું. ખરાબ અસર માત્ર સેક્સ-લાઇફ પર જ પડી છે. મારે રાત્રે સૂતાં પહેલાં જ ગોળી લેવાની હોય છે. એ ગોળી ન લઉં તો મને ઉત્તેજનામાં વાંધો નથી આવતો. જોકે મારે આવો અખતરો કરવો જોઈએ કે નહીં એ સમજાતું નથી.

જવાબ : સાઇકિયાટ્રિક ડિસઑર્ડર્સ માટેની કેટલીક દવાઓ ક્યારેક બૉડીમાં ઍનલ્જેસિક એટલે કે સંવેદના બૂઠી કરી દેવાનું કામ કરે છે. કેટલીક વાર અમુક દવાઓથી કોઈકને કામેચ્છા ઘટી જવાની ફરિયાદ પણ જોવા મળી છે તો કોઈકને તમારી જેમ સંવેદના ઘટવાને કારણે ઉત્તેજનામાં તકલીફ પણ પડી શકે છે.

ગોળી ન લેવાથી ઉત્તેજના બરાબર આવે છે એ દર્શાવે છે કે દવાની તમારા પર ઍનલ્જેસિક અસર થતી હશે. તમારા સાઇકિયાટ્રિસ્ટને આ વિશે વાત કરો. એવી પણ દવાઓ છે જેમાં મેઇન ડ્રગ સરખું હોય છે પણ એ સંવેદના ઘટાડતું નથી. એવી દવા બદલવાથી તમારી મનોચિકિત્સાની સારવારમાં પણ વાંધો નહીં આવે અને સેક્સ-લાઇફને પણ આડઅસર નહીં થાય. મોટા ભાગની આ દવાઓની આડઅસર ટેમ્પરરી હોય છે એટલે કાયમી ધોરણે ઉત્તેજનાની સમસ્યા રહી જશે એવી ચિંતાની જરૂર નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK