10 મિનિટના સમાગમ બાદ પણ મારી પત્ની અસંતુષ્ઠ જ રહે છે, શું કરું?

Published: 26th November, 2014 05:03 IST

હું અને મારી વાઇફ બન્ને ૨૪ વર્ષનાં છીએ. મારી સમસ્યા એ છે કે પેનિટ્રેશન પછી લગભગ દસેક મિનિટના સમાગમ પછી પણ મારી વાઇફ અસંતુષ્ટ રહી જાય છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું અને મારી વાઇફ બન્ને ૨૪ વર્ષનાં છીએ. મારી સમસ્યા એ છે કે પેનિટ્રેશન પછી લગભગ દસેક મિનિટના સમાગમ પછી પણ મારી વાઇફ અસંતુષ્ટ રહી જાય છે. સાચું કહું તો આ પહેલાં મેં બે ગર્લફ્રેન્ડ સાથે પણ સંબંધો રાખ્યા હતા અને તેમને આટલા સમયમાં સંતોષ મળી જતો હતો. જોકે મારી વાઇફને લાગે છે કે તે સંતુષ્ટ થાય એ પહેલાં જ મારું સ્ખલન થઈ જાય છે. મને લાગે છે કે કદાચ મારી પેનિસની સાઇઝ નાની છે. તેને લાગે છે કે યોનિમાર્ગમાં પેનિસની પકડ ઢીલી લાગે છે. પેનિસની જાડાઈ અને લંબાઈ વધે એ માટે શું કરી શકાય? સમાગમ લંબાવવા માટે શીઘ્રસ્ખલનની દવા વાપરી શકું? આટલી યંગ એજમાં દવાઓ લેવાનું શરૂ કરી દઉં તો કોઈ આડઅસર નહીં થાય?

જવાબ : તમે આ પહેલાં ગર્લફ્રેન્ડ્સ સાથે સંતોષજનક સમાગમ કરી ચૂક્યા છો જે સૂચવે છે કે તમારા ઑર્ગનની સાઇઝ પૂરતી છે. હવે પત્ની સાથેના સંબંધમાં શું સમસ્યા નડે છે એ સમજવાની જરૂર છે. સ્ત્રીઓ સ્લો-બર્નર જેવી હોય છે. જોકે ઘણી વાર એવું બનતું હોય છે કે કેટલીક સ્ત્રીઓ ખૂબ જ ધીમે-ધીમે ઉત્તેજિત થતી હોય છે. તેમને ઉત્તેજિત થવામાં જ વાર લાગતી હોવાથી ચરમસીમાનો અનુભવ થોડોક મોડેથી થાય છે. આવા સંજોગોમાં ફોરપ્લે બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. બની શકે કે તમારી જૂની ગર્લફ્રેન્ડ્સને જેટલી વારના ફોરપ્લેમાં ઉત્તેજના આવી જતી હતી એના કરતાં થોડોક વધુ સમય તમારે વાઇફ સાથે ગાળવો પડે.

પેનિસની જાડાઈ કે લંબાઈ વધારી શકે એવાં કોઈ મલમ, ઑઇલ કે ટીકડીઓ અસરકારક નથી હોતા. ઇનફૅક્ટ તમારે એની જરૂર જ નથી. જો યોનિમાર્ગમાં પેનિસની પકડ ઢીલી લાગતી હોય તો તમારે પેનિટ્રેશન પછી વાઇફને બે પગની આંટી મારી દેવાનું કહેવું જોઈએ. એટલું જ નહીં, જો વાઇફ અશ્વિની અને વજ્રોલી મુદ્રા કરવાનું રાખશે તો યોનિમાર્ગના સ્નાયુઓ મજબૂત થશે અને પકડ પણ વધશે. આટલા ઉપાયો પછી શીઘ્રસ્ખલનની દવાની કોઈ જ જરૂર નહીં રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK