સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષની છે. બે ગર્લફ્રેન્ડ હતી, પણ બ્રેક-અપ થઈ જતાં હવે સિંગલ છું. છેલ્લાં બે વરસથી નથી કોઈ ગર્લફ્રેન્ડ કે નથી કોઈ બહારની લેડી પાસે જવાની આદત. મૅસ્ટરબેશન કરું છું અને ઉત્તેજના માટે પૉનોર્ગ્રાફી જોવાની આદત પડી છે. અહીં એકલો રહું છું એટલે રાતના સમયે લૅપટૉપ પર આવી સાઇટ્સમાં ખોવાઈ જવાય છે. શું પૉનોર્ગ્રાફી જોવી ઠીક છે? લોકો કહે છે કે લાંબો સમય આવાં દૃશ્યો જોવાથી ધીમે-ધીમે ઉત્તેજના જ ઘટતી જાય ને હંમેશ માટે એની આદત પડી જાય. સમાજમાં પણ આ કામ ખરાબ ગણાતું હોવાથી સવારે ઊઠું ત્યારે બહુ ખરાબ લાગે છે. મારે જાણવું છે મારે કે પૉનોર્ગ્રાફી સાઇટ્સ જોઈને કોઈ માણસ અંગત રીતે આનંદ મેળવતો હોય તો એ ખોટું કહેવાય?
જવાબ : તમારી ઉંમરમાં જ્યારે હૉમોર્ન્સની ઊથલપાથલ સૌથી વધારે હોય ત્યારે તમારી નથી કોઈ ગર્લફ્રેન્ડ કે અન્ય સ્ત્રીસમાગમની આદત. હસ્તમૈથુનનો વિકલ્પ પસંદ કયોર્ છે એ ખૂબ જ સારો છે. જ્યારે ઉત્તેજના આવવામાં તકલીફ હોય ત્યારે ઉત્તેજક દૃશ્યોનો સહારો લેવાનું તો થેરપીમાં પણ કહેવાયું છે, પણ તમે તો પૉનોર્ગ્રાફી થકી જ ઉત્તેજિત થઈને કલ્પનાત્મક પાર્ટનર બનાવી દીધી છે.
એક વાત નથી સમજાતી કે તમે શા માટે એકલવાયા રહો છો? લગ્ન કરવાં ન કરવાં એ વ્યક્તિની અંગત બાબત છે, પણ એટલું જરૂર કહેવું છે કે જ્યારે પર્મનન્ટ અને પ્રેમાળ જીવનસાથી તમારી સાથે હોય છે ત્યારે આ બધી કાલ્પનિક અને કેટલેક અંશે ખોટી રીતે ઉત્તેજિત કરે એવી બાબતો પ્રત્યે આકર્ષણ આપમેળે સરી જાય છે. પૉનોર્ગ્રાફી એ દરદ અને દવા બન્ને છે. જોકે એ નિદાન માટે હોય છે, એની આદત પાડવાની ન હોય.
પૉનોર્ગ્રાફિક સાઇટ્સ પર જે હોય છે એમાંનું બધું જ સાચું નથી હોતું. તમે એ જોઈને એમાંથી ન શીખવાનું કૉપી કરવા લાગો તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું થશે. કાલ્પનિક આનંદ માટે આવાં દૃશ્યો મદદ કરે છે, પણ સેક્સલાઇફ એમાં જ સીમિત કરી દેવી યોગ્ય નથી.
પિરિયડ્સ અનિયમિત છે, બ્રેસ્ટ્સ પર થોડાક વાળ ઊગ્યા છે, શું કરવું?
26th January, 2021 07:49 ISTસેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?
25th January, 2021 07:43 ISTજુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 IST