મને હોટ અને સેક્સી છોકરીઓના પોસ્ટર્સ માત્રથી ખુબ જ ઉત્તેજના આવી જાય છે, શું કરું?

Published: 25th December, 2014 05:02 IST

હું ૧૮ વર્ષનો છું. મને હૉટ ઍન્ડ સેક્સી છોકરીઓનાં પોસ્ટર્સ ખૂબ ઉત્તેજે છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૧૮ વર્ષનો છું. મને હૉટ ઍન્ડ સેક્સી છોકરીઓનાં પોસ્ટર્સ ખૂબ ઉત્તેજે છે. ક્યારેક તો ઊંઘમાં પણ તેમના વિચારો આવે છે. હું ખૂબ કન્ટ્રોલ કરું એ છતાં મૅસ્ટરબેશન વખતે સેક્સી વિચારો આવી જાય છે જેને કારણે એકથી દોઢ મિનિટમાં જ ઇજેક્યુલેશન થઈ જાય છે. જરાઅમથા સ્પર્શ અને સ્ટિમ્યુલેશનથી મને ઉત્તેજના આવી જાય છે, પણ જો હું સ્પર્શ ચાલુ રાખું તો સ્ખલન પણ વહેલું થઈ જાય છે. કૉલેજમાં કે મૂવી જોતો હોઉં ત્યારે હૉટ યુવતીઓને જોઈને પણ અરાઉઝલ આવી જાય છે. જોકે એ વખતે ઇજેક્યુલેશન નથી થતું. જાહેરમાં પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવાનું શક્ય ન હોવાથી એ વખતે ઉત્તેજનાને કન્ટ્રોલ કરવી શક્ય હોય છે, પણ બાકીના કેસમાં જલદીથી સ્ખલન થઈ જાય છે. ઉત્તેજના આવે પણ મૅસ્ટરબેશન અને ઇજેક્યુલેશન ન થાય તો પ્રાઇવેટ પાર્ટ્સમાં દુખાવો થાય છે. આનું કારણ શું? બીજું, મારે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશન માટેની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ?

જવાબ : કાચી ઉંમરે હજી સેક્સવિષયક સાચું અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા ન હો ત્યારે આવી ચિંતાઓ થાય છે, પણ તમારે ચિંતાને કોઈ કારણ નથી. જ્યારે સેક્સ્યુઅલ બાબતો નવી-નવી હોય ત્યારે રોમાંચ અને કુતૂહલ વધારે હોય છે. રોમાંચને કારણે વ્યક્તિ સ્પર્શ બાબતે અત્યંત સંવેદનશીલ બની જાય છે. તમારું પણ એવું જ હોઈ શકે. બીજું, કલ્પના વધુ રૂપાળી અને ઉત્તેજક હોય છે એટલે મૅસ્ટરબેશન દરમ્યાન તમે સ્ખલનને અટકાવી શકતા ન હો એવું બની શકે છે. મૅસ્ટરબેશન દરમ્યાન ભલે તમને ધાર્યા કરતાં વહેલું સ્ખલન થઈ જતું હોય, પણ એનાથી તમે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનના દરદી નથી બની જતા. આ ઉંમરમાં હૉમોર્ન્સનું પ્રમાણ, રોમાંચ, નાવીન્ય અને સ્પર્શની સંવેદનશીલતાને જોતાં આવું થઈ શકે છે. ધીમે-ધીમે ઠરીઠામ થશો એટલે આપમેળે આ બધા ઊભરા ઓછા થઈ જશે. સૌથી અગત્યનું એ છે કે તમે તમને પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની સમસ્યા થઈ ગઈ છે એવી કોઈ ગ્રંથિ મનમાં ભરાવો નહીં.

સ્ખલન રોકવાથી ટેસ્ટિકલ્સ થોડાંક ભારે લાગે એ પણ સ્વાભાવિક છે. સ્ખલન થઈ જતાં ફરીથી નૉર્મલ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK