સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : મારાં લગ્નને ચાર વર્ષ થયાં છે. અમે નિયમિત સેક્સ માણીએ છીએ. થોડા દિવસ પહેલાં મારે ત્યાં સાળી રહેવા આવી હતી તેના પ્રત્યે હું થોડોક ખેંચાયેલો. એકાદ-બે વખત તો હું વાઇફની સામે જ ફ્લર્ટ કરવા લાગેલો. એને કારણે પત્નીના મનમાં શંકા ઘૂસી ગઈ છે. મને સાળી ગમે છે એની ના નહીં, પણ સેક્સની દૃષ્ટિએ હું ખૂબ નબળો પડી ગયો છું એટલે એકસાથે બેને સંભાળી શકું એવી હાલતમાં જ નથી રહ્યો. હમણાંથી ખૂબ જલદીથી વીર્ય નીકળી જતું હોવાથી વાઇફને શંકા થાય છે કે ક્યાંક હું બીજે તો નજર નથી દોડાવતોને? અમારી વચ્ચે આ બાબતે ખૂબ તનાવ પણ રહે છે. મેં કોઈ જ ખોટું કામ નથી કર્યું એ કસમ ખાઈને કહું છું. મારી સેક્સલાઇફ સુધારવા શું કરું?
જવાબ : સેક્સનો આનંદ ત્યારે જ મળે જ્યારે વ્યક્તિ રિલૅક્સ્ડ હોય. ઍન્ગ્ઝાયટી અને આનંદ બે ચીજો સાથે નથી થતી. એમાં પાછું છેલ્લા કેટલાક વખતના અનુભવોને કારણે હવે તમને પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન થઈ જાય છે એના કારણમાં ઍન્ગ્ઝાયટીનો પણ ઉમેરો થયો છે. જોકે એ વિશે ખોટી ચિંતા કરીને હાથે કરીને બાજી બગાડશો નહીં. ભૂતકાળના અનુભવોને ભૂલીને તમે વાઇફ સાથે સમાગમ કરવાનું ચાલુ રાખો અને પોઝિશનમાં વૈવિધ્ય માણવાની કોશિશ કરો.
તમે બે ચેન્જ કરો. ફસ્ર્ટ ચેન્જ પોઝિશનમાં લાવો. મેલ સુપિરિયર પૉઝિશનની સરખામણીએ ફીમેલ સુપિરિયર પોઝિશનમાં સમાગમ કરવાથી સ્ખલન લંબાય છે. જો તમે હંમેશાં ઉપરની પોઝિશનમાં રહેતા હો તો આ ચેન્જ કરો. સાથે જ એક-બે વાર શીઘ્રસ્ખલનને વિલંબિત કરવા માટેની દવા લઈ શકો છો. ખાસ પ્રીમૅચ્યોર ઇજેક્યુલેશન માટે જ દવા આવી છે જેનું નામ છે ડીપોક્સિટિન. આ ગોળી સમાગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. એની કોઈ આડઅસર નથી હોતી.
સંબંધોમાં મતભેદ હોય, પણ એને પ્રેમથી જીતી લેશો તો વાંધો નહીં આવે.
જુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 ISTમારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી
15th January, 2021 19:10 IST