શું હું સંતોષ માટે સજાતીય ઓરલ સેક્સ માણી શકું?

Published: 25th November, 2014 04:41 IST

હું ૨૯ વર્ષનો છું. ઘર અને પરિવારથી દૂર રહીને કામ કરતો હોવાથી કામસંતુષ્ટિની સમસ્યા સર્જાય છે.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૨૯ વર્ષનો છું. ઘર અને પરિવારથી દૂર રહીને કામ કરતો હોવાથી કામસંતુષ્ટિની સમસ્યા સર્જાય છે. હું જ્યાં રહું છું ત્યાં મારા જેવા જ અન્ય પુરુષો હોય છે જે મને ઓરલ સેક્સમાં રાચવા દબાણ કરે છે. છએક મહિના પહેલાં મેં એક પુરુષને ઓરલ સેક્સ કરી આપેલું અને કરાવેલું. જોકે ત્યાર બાદ સાંભળ્યું કે ગે સંબંધોમાં જાતીય રોગો ફેલાવાની શક્યતાઓ વધારે હોય છે એટલે મેં ધરાર ના પાડી દીધી. એ પછી બે વખત મેં HIVની ટેસ્ટ કરાવી જે નેગેટિવ આવી છે. મારે જાણવું છે કે સંતોષ માટે હું સજાતીય ઓરલ સેક્સ માણી શકું? આવા સંજોગોમાં અમે એકબીજાની મદદ લઈએ તો ન ચાલે? મારી સાથે રહેતા ઘણા પુરુષો પરિણીત હોવા છતાં સજાતીય સંબંધો બાંધે છે. મારે એ પણ જાણવું છે કે અહીં વારંવાર સજાતીય સંબંધો બાંધ્યા પછી હું પૂરેપૂરો ગે થઈ જાઉં એવું બને?

જવાબ : સૌથી પહેલી વાત તો એ સમજી લેવું જોઈએ કે અજાણ્યા અને મલ્ટિપલ પાર્ટનર્સ સાથે કોઈ પણ પ્રકારના જાતીય સંબંધોમાં ઊતરવાનું ખતરાથી ખાલી નથી. તમે એક વ્યક્તિ સાથે મુખમૈથુન માણ્યું અને તમને ચેપ ન લાગ્યો એનો મતલબ એ નથી કે હવે પછી તમે અન્ય લોકો સાથે આ સંબંધો બાંધશો છતાં તમને કંઈ નહી થાય. એમાં પણ તમે જે વ્યક્તિ સાથે સંબંધ બાંધી રહ્યા છો તેમને પણ મલ્ટિપલ પાર્ટનર્સ છે. આવા સંજોગોમાં તેમને ખબર પણ ન હોય એ રીતે તેમને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હોવાની શક્યતાઓ છે. બીજું, તમે સંબંધ બાંધ્યા પછી ટેસ્ટ કરાવો, પણ એક વાર ચેપ લાગ્યા પછી એઇડ્સ જેવા રોગની ચુંગાલમાંથી છૂટવું બહુ અઘરું છે.

બીજું, સજાતીયતા એ કુદરતી ચીજ છે. તમે સંજોગવશાત્ સજાતીય સંબંધો પેદા કરવાની વાત કરો છો જે અકુદરતી છે. વ્યક્તિએ કઈ રીતે જાતીય સંતોષ મેળવવો એ વ્યક્તિગત પસંદગીની વાત છે, પણ કુદરતી સેક્સ્યુઅલ પ્રેફરન્સને મચડવાની કોશિશ ન કરવી બહેતર છે. જાતીય સંતોષ માટે હસ્તમૈથુન સૌથી સેફ અને નિદોર્ષ વિકલ્પ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK