મારે વીર્યસ્ખલન જલદી થઈ જાય તે પત્નીને નથી ગમતું, શું કરું?

Published: 24th December, 2012 06:36 IST

મારી ઉંમર ૬૪ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૫૭ વર્ષની છે. વાઇફને હમણાંથી સેક્સની ઇચ્છા ઘટી ગઈ છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારી ઉંમર ૬૪ વર્ષની છે. મારી પત્નીની ઉંમર ૫૭ વર્ષની છે. વાઇફને હમણાંથી સેક્સની ઇચ્છા ઘટી ગઈ છે. પહેલાં તે સામેથી સમાગમની ઇચ્છા કરતી, પણ હમણાંથી મને ઇચ્છા થાય ત્યારે પણ તેને કંટાળો આવતો હોય છે. મને પંદર-વીસ દિવસે ઇચ્છા થાય છે. પણ સમસ્યા એ છે કે માત્ર કામુક વિચારોથી ઇન્દ્રિય આપમેળે ઉત્તેજિત નથી થતી. પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. મારી પત્ની ક્યારેક સ્પર્શ કે મુખમૈથુન કરે તો સારું કડકપણું આવે છે. મારું વીર્યસ્ખલન પણ જલદી થઈ જાય છે, એ મારી વાઇફને ગમતું નથી. 

જવાબ : યુવાનીમાં કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જાય અને ઉંમર વધતાં ધીમે-ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે એ ખૂબ જ નૉર્મલ છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય છે. એના માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો ને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો તો સમસ્યા હલ થઈ જાય.

તમને શીઘ્રસ્ખલન થઈ જતું હોવાથી સંતોષના અભાવે પત્નીને સેક્સની ઇચ્છા ન થતી હોય એવું પણ બની શકે. આ માટે તમારે ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી શીઘ્રસ્ખલનને લંબાવે એવી ડીપોક્સિટિનની વીસ મિલીગ્રામની ગોળી સમાગમના એકાદ કલાક પહેલાં ખાલી પેટે લેવી. વધતી ઉંમર જોડે જાતીય ઉત્તેજનાને કોઈ જ લેવાદેવા નથી, પણ ક્યારેક વ્યક્તિના ગમા-અણગમા બદલાતા રહે છે. તેમને શું ગમે છે અને શું નહીં એ જાણીને સંભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવાનું શરૂ કરો. જો તમે પત્નીને પસંદ પડે એવી ચેષ્ટાઓ કરશો તો તેની ઉત્તેજનામાં અને ઇચ્છામાં વધારો થશે અને જોઈતો સહકાર મળશે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK