દારૂ પીધા વગર કોલગર્લ પાસે પણ જવાની હિંમત નથી થતી, શું કરું?

Published: 23rd October, 2014 05:41 IST

મારી ઉંમર ૩૮ વર્ષ છે. બે વાર ડિવૉર્સ થઈ ચૂક્યા છે અને હવે અગેઇન સિંગલ છું. બાર અને પબમાં નાઇટ-આઉટથી સંતોષ મેળવી લઉં છું.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૩૮ વર્ષ છે. બે વાર ડિવૉર્સ થઈ ચૂક્યા છે અને હવે અગેઇન સિંગલ છું. બાર અને પબમાં નાઇટ-આઉટથી સંતોષ મેળવી લઉં છું. ઘણાં વર્ષોથી મેં જોયું છે કે બે-ચાર પૅગ લગાવું પછી જ કોઈ પાસે જવાની હિંમત આવે છે. ખાસ કરીને બે સંબંધો તૂટ્યા પછી હવે આલ્કોહોલનો નશો થઈ ગયો છે. દારૂની અસર ન હોય ત્યાં સુધી જાણે મને ડર લાગ્યા કરે કે છોકરી રિજેક્ટ કરશે તો શું? હવે તો પાંચ-છ સિલેક્ટેડ કૉલગર્લને લઈને જ બારમાં જાઉં છું. હવે તો એ બધી સાથે ઘણી વાર સંબંધ બાંધી લીધો છે એ છતાં મને પૅગ લગાવ્યા વિના ચાલતું જ નથી. પીધા વિના મારો પફોર્ર્મન્સ ખૂબ ઢીલોઢાલો હોય છે. શું આલ્કોહોલ વિના હું સમાગમ ન કરી શકું એવી આદત પડી શકે? આવા સંજોગોમાં વાયેગ્રા કામ આવે?

જવાબ : બે-બે સંબંધો તૂટ્યા પછી સ્વાભાવિક રીતે તમને એકલાવાયાપણું લાગતું હશે, પણ એનો તમે જે ઉકેલ શોધ્યો છે એ ખતરનાક છે. પ્રોફેશનલ ગલ્ર્સ પાસેથી શારીરિક સંતોષ મેળવી લેવાનો ટૂંકો રસ્તો ક્યારેક ભારે પડી શકે છે. ગમમાં માણસ દારૂ પીએ છે, પણ દારૂથી ગમ દૂર નથી થતો; ઊલટાનો વધે છે. એટલું જ નહીં; આલ્કોહોલ માત્ર તમારી સેક્સ્યુઅલ લાઇફ જ નહીં, ઓવરઑલ ફિઝિકલ હેલ્થ માટે પણ નુકસાનકારક છે.

બીજું, દારૂ પીવાની આદતથી શરૂઆતમાં અચાનક આવતા ઉન્માદને કારણે સેક્સ્યુઅલ પફોર્ર્મન્સ સુધરી ગયો હોય એવું લાગી શકે છે, પણ ખરેખર સેક્સ-લાઇફ સુધરતી નથી. લાંબા ગાળે આલ્કોહોલ સેક્સ-લાઇફમાં જબરી ખાનાખરાબી સર્જે છે એટલું જ નહીં, લિવર અને બ્રેઇન માટે એ ઘાતક પણ નીવડી શકે છે.

માણસ જ્યારે દારૂ પીએ છે ત્યારે તેનો પોતાના પરનો કાબૂ છૂટી જાય છે. વ્યક્તિની સાચું અને ખોટું સમજવાનો ભેદ પારખવાની ક્ષમતા ખોરવાઈ જાય છે. એને કારણે વ્યક્તિ પોતાના માટે ડેન્જરસ કહી શકાય એવી પ્રવૃત્તિઓમાં પણ આસાનીથી જોતરાઈ શકે છે. ઘડીભરની મજા માટે તમારું મગજ ભૂલી જાય છે કે મલ્ટિપલ પાર્ટનર્સ સાથેના સંબંધો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝના ખતરાથી ખાલી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK