સેક્સ દરમિયાન પણ મને યોનિમાંથી યૂરીન થઈ જાય છે, શું કરું?

Published: Dec 22, 2014, 05:13 IST

મારી ઉંમર ૪૨ વર્ષ છે. બે સંતાનો છે. મને વારંવાર અને થોડું-થોડું યુરિન પાસ થાય છે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ: મારી ઉંમર ૪૨ વર્ષ છે. બે સંતાનો છે. મને વારંવાર અને થોડું-થોડું યુરિન પાસ થાય છે. સમાગમ દરમ્યાન ક્યારેક થોડુંક યુરિન લીક પણ થઈ જાય છે, જેના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મણુકાઈ જવાય છે. મારા હસબન્ડ ખૂબ સમજુ છે, પણ મારાથી કન્ટ્રોલ ન રહેતો હોવાથી હું બને ત્યાં સુધી સમાગમ ટાળું છું. રાતે યુરિન પાસ કરવા ઊઠું ત્યારે બાથરૂમ સુધી પહોંચું એ પહેલાં થોડાંક ટીપાં નીકળી જાય છે. ક્યારેક વધુપડતી ખાંસી ખાવાથી યુરિનનાં બે-ચાર ટીપાં નીકળી જાય છે. ક્યાંક બહાર જવાનું હોય તો હું સૅનિટરી નૅપ્કિન સાથે જ લઈને જાઉં છું જેથી કંઈ ગરબડ ન થઈ જાય. સમાગમ દરમ્યાન યુરિન પર કન્ટ્રોલ આવે એ માટે શું કરવું?

જવાબ : આ સમસ્યા યુરિનરી ઇન્કૉન્ટિનન્સ તરીકે ઓળખાય છે. પાછલી વયે ઘણી મહિલાઓ આ પ્રકારની તકલીફથી પીડાય છે. ખાસ કરીને નૉર્મલ ડિલિવરી પછી બહેનોમાં આવી સમસ્યા વધુ જોવા મળે છે. મૂત્રનલિકાના સ્નાયુઓ ઢીલા થઈ જવાને કારણે આવું થતું હોય છે.

જો આ સમસ્યા પ્રાથમિક લેવલની હોય તો નિયમિત એક્સરસાઇઝ કરવાથી પણ કાબૂમાં આવી શકે છે. એ માટે તમારે યુરિન આવતું ન હોય ત્યારે ત્યાંના સ્નાયુઓને કસરત કરાવવાની છે. તમે જાણે યુરિન રોકી રહ્યા હો એમ એ ભાગના સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ કરવું. એક સમયે દસથી પંદર વખત આ મુજબ સંકોચન-વિસ્તરણ કરવું. દિવસમાં ત્રણથી ચાર વખત આ કસરત કરવી.

આ સમસ્યાની સાથે યુરિન કટકે-કટકે થતું હોય અને પાસ કરતી વખતે પીડા થતી હોય તો એક વાર યુરિનનો રૂટીન રિપોર્ટ કઢાવીને ચેક કરાવી લો. ઘણી વાર યુરિનરી ટ્રૅક્ટનું ઇન્ફેક્શન હોય તો પણ આવું થઈ શકે છે. જો ઇન્ફેક્શન હોય તો કસરતથી કોઈ ફરક પડશે નહીં. ઇન્ફેક્શન ન હોય અને છતાં કસરતથી ફાયદો ન જણાતો હોય તો સારા ગાયનેકોલૉજિસ્ટને સંપર્ક કરો. ખૂબ માઇનર સર્જરી દ્વારા યુરિનરી ઇન્કૉન્ટિનન્સની સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK