સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી
સવાલ : હું ૩૮ વર્ષનો પરિણીત પુરુષ છું. મારી તકલીફ એ છે કે છેલ્લા કેટલાક વખતથી મને બીજી વારના સમાગમમાં ઇન્દ્રિયનું જોઈએ એવું કડકપણું નથી આવતું. લગ્નને ૧૧ વરસ થયાં છે. શરૂઆતમાં ક્યારેક પહેલી વારમાં જલદી સ્ખલન થઈ જતું તો અમે થોડીક વાર પછી ફરી સમાગમ કરી શકતા હતા. એ વખતે ઉત્તેજના પણ યોગ્ય આવતી હતી. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ધીમે-ધીમે સ્થિતિ બગડી રહી છે. હમણાંથી તો ક્યારેક મને
એક-બે મિનિટમાં જ સ્ખલન થઈ જાય છે. પત્નીને સંતોષ આપવા માટે બીજી વખત સમાગમ કરવાનો પ્રયત્ન કરું છું, પણ ઇન્દ્રિયમાં ઉત્તેજના જ નથી આવતી. વારંવાર આવું થવાને કારણે ફ્રસ્ટેટ થઈ જવાય છે અને પત્નીને પણ સમાગમમાં રસ નથી રહેતો. વાઇફને અસંતોષ રહ્યા કરે છે ને મને ગિલ્ટ. આ જ કારણોસર હવે અમે માંડ મહિને એક કે બે વાર સમાગમનો પ્રયત્ન કરીએ છીએ. આમાં શું કરવું?
જવાબ : તમારે પત્નીને સંતોષ આપવો જરૂરી છે, બે વાર સમાગમ કરવો નહીં. સંતોષ આપવાનું કામ માત્ર સમાગમથી જ થાય એવું જરૂરી નથી. ૧૬૦૦ વર્ષ પહેલાં લખાયેલા કામસૂત્રમાં ઋષિ વાત્સ્યાયને સલાહ આપી હતી કે જો પુરુષ પત્નીને સંભોગથી ચરમસીમાનો અનુભવ ન કરાવી શકતો હતો હોય તો પાણીમંથન, ઔપરિષ્ઠિકમ એટલે કે મુખમૈથુન અથવા તો અપદ્રવ્ય એટલે કે કૃત્રિમ લિંગ કે અર્વાચીન યુગના વાઇબ્રેટર જેવી ચીજોની મદદથી સંતોષ આપી આપવો જોઈએ. સંતોષ મહત્વની વસ્તુ છે, સંભોગ નહીં.
તમે જુવાનીમાં એક રાતમાં બે વાર સમાગમ કરી શકતા હતા, પણ જેમ-જેમ ઉંમર થતી જાય એમ-એમ હૉમોર્ન્સના બદલાવને કારણે એવી ક્ષમતા ઘટતી જાય છે. માટે બે વાર સમાગમ કરવો પડે એવી સ્થિતિ જ નર્મિાણ ન થાય એ જરૂરી છે. સમાગમ પહેલાં જ પત્નીને અન્ય રીતે ઑર્ગેઝમ ફીલ કરાવી લેવાથી પફોર્ર્મન્સ ઍન્ગ્ઝાયટી પણ ઘટી જશે. એ ઉપરાંત સમાગમના એક કલાક પહેલાં ડિપોક્સિટિન ૨૦ મિલીગ્રામની ગોળી લઈ લઈ શકો છો. આનાથી તમારું શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ જશે અને તમે પત્નીને પણ યોગ્ય સંતોષ આપી શકશો.
સેક્સવર્કર પાસે જાઉં ત્યારે શાની કાળજી રાખવી?
25th January, 2021 07:43 ISTજુવાની પાછી આવે એવી કોઈ દવા ખરી?
22nd January, 2021 08:06 ISTકોઈ હૉર્મોન ટ્રીટમેન્ટ લેવાય? એનાથી આડઅસર થવાની સંભાવના કેટલી?
21st January, 2021 07:47 ISTપત્નીનું માસિક અનિયમિત થયું હોવાથી તેને સંભોગમાં રસ નથી રહ્યો
19th January, 2021 07:49 IST