હું જ્યારે મૅસ્ટરબેશન કરું છું ત્યારે મારી બ્રેસ્ટમાંથી સફેદ દૂધ નિકળવા લાગે છે, શું કરું?

Published: 21st November, 2014 05:21 IST

મારી ઉંમર ૨૩ વર્ષ છે. ફિઝિકલ સંબંધોમાં હું કિસથી આગળ વધી નથી. જોકે મેં જોયું છે કે જ્યારે પણ હું ઇન્ટિમેટ થાઉં છું અથવા તો ક્યારેક મૅસ્ટરબેશન કરું છું ત્યારે મારી બ્રેસ્ટમાંથી સફેદ પાણી જેવું નીકળે છે.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૨૩ વર્ષ છે. ફિઝિકલ સંબંધોમાં હું કિસથી આગળ વધી નથી. જોકે મેં જોયું છે કે જ્યારે પણ હું ઇન્ટિમેટ થાઉં છું અથવા તો ક્યારેક મૅસ્ટરબેશન કરું છું ત્યારે મારી બ્રેસ્ટમાંથી સફેદ પાણી જેવું નીકળે છે. માસિક આવવાનું હોય ત્યારે મને વજાઇનલ ડિસ્ચાર્જ પણ ખૂબ થાય છે. મને ડર લાગે છે આવું શા માટે થયું હશે? મારા બૉયફ્રેન્ડને વાત કરી તો તેનું કહેવું છે કે પ્રેગ્નન્સી વિના બ્રેસ્ટમાંથી મિલ્ક નીકળે એ ઠીક નથી. અમે પ્રેગ્નન્સી હોમ કિટ ટેસ્ટ કરી, પણ એ નેગેટિવ છે. મારા પિરિયડ્સ પહેલેથી જ અનિયમિત છે. ક્યારેક દોઢ મહિને આવે છે તો ક્યારેક મહિને. શું આ બ્રેસ્ટ-કેન્સરનાં લક્ષણો તો નહીં હોયને? માસિક આવવાનું હોય એ પહેલાં હેવીનેસ ફીલ થાય છે, પણ આવી જતાં ભારેપણું ચાલી જાય છે. આવું આ પહેલાં ક્યારેય નથી થયું.

જવાબ : જો તમે કદી ફિઝિકલ ઇન્ટરકોર્સ કયોર્ ન હોય તો પ્રેગ્નન્સી હોવાની શક્યતા છે જ નહીં. જોકે બ્રેસ્ટમાંથી કોઈ પણ પ્રકારનું પ્રવાહી નીકળવું એ સાવ નૉર્મલ લક્ષણ તો નથી જ. અલબત્ત, તમે જે લક્ષણો વર્ણવ્યાં છે એ કૅન્સર જ છે એવું માનીને ખોટા ડરી જવાની જરૂર નથી. આમ થવાનું કારણ શું છે એનું ચોક્કસ નિદાન થવું જરૂરી છે.

તમારું માસિકચક્ર ખોરવાયેલું છે એ બતાવે છે કે શરીરમાં હૉમોર્નલ અસંતુલન છે. ઘણી વાર પ્રોલેક્ટિન હૉમોર્નમાં અસંતુલન થાય તો આવું થઈ શકે છે. આ હૉમોર્ન્સનું પ્રમાણ ડિલિવરી દરમ્યાન વધે છે અને બ્રેસ્ટમાં મિલ્ક બનાવવાની પ્રક્રિયા ગતિમાન કરે છે. ઘણી વાર પ્રેગ્નન્સી સિવાય પણ હૉમોર્ન્સ વધી જાય છે જે ઍબ્નૉર્મલ લક્ષણો પેદા કરે છે.

જોકે કોઈ પણ નિદાન એમ જ કરી લેવાને બદલે ગાયનેકોલૉજિસ્ટને કન્સલ્ટ કરો. હૉમોર્ન્સનું પરીક્ષણ તેમ જ બ્રેસ્ટનું ફિઝિકલ ચેક-અપ કરાવો. જો ડૉક્ટરને જરૂરી લાગશે તો બ્રેસ્ટ-કૅન્સરના નિદાન માટે મૅમોગ્રાફી કરાવવાનું સૂચવી શકે. ફર્ટિલિટીની સમસ્યા નિવારવા માટે પણ તમારું માસિકચક્ર નિયમિત થવું જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK