પત્નીને વાઈબ્રેટરથી કોઈ અસર થતી નથી, એવુ કેમ?

Published: 21st November, 2012 06:42 IST

લગ્નને ચાર વર્ષ થયાં છે. એક બાળક છે અને એ પછી પણ સેક્સલાઇફ ઘણી જ સારી છે. હમણાં અમે સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યા.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : લગ્નને ચાર વર્ષ થયાં છે. એક બાળક છે અને એ પછી પણ સેક્સલાઇફ ઘણી જ સારી છે. હમણાં અમે સેકન્ડ હનીમૂન પર પણ જઈ આવ્યા. મૉનોટોની તોડવા માટે અમે કંઈક ને કંઈક ક્રીએટિવ કરતા રહીએ છીએ. આ વખતે અમે નવા ફ્લેવર્ડ કૉન્ડોમ્સ અને વાઇબ્રેટર્સનો અખતરો કરેલો. સુગંધી કૉન્ડોમની બહારની સપાટી ખરબચડી હોવાથી મારી વાઇફને સેક્સ પછી વજાઇનામાં લાલાશ આવી ગઈ હતી. જોકે થોડા જ કલાકોમાં પાછું સારું પણ થઈ ગયેલું. અમારે જાણવું છે કે આવાં ફ્લેવરવાળા કૉન્ડોમ વાપરવાં હિતાવહ છે? બીજું, મારી વાઇફને વાઇબ્રેટરથી શરૂઆતમાં ગમે છે ને થોડી વાર પછીથી કાં તો નથી ગમતું કાં કોઈ અસર નથી થતી. આવું કેમ?

જવાબ : કૉન્ડોમમાં હવે અઢળક વૈવિધ્ય મળવા લાગ્યું છે. જાતજાતનાં સુગંધિત અને ટેક્સ્ચરવાળા કૉન્ડોમ મળે છે. કૉન્ડોમની બહારની સપાટી ખરબચડી હોવાથી લાલાશ આવી જાય એવું નથી, પરંતુ વજાઇનામાં યોગ્ય લુબ્રિકેશન ન હોય ત્યારે લાંબો સમય ઘર્ષણ થયું હોય તો આવી લાલાશ આવી શકે છે. સારી ક્વૉલિટીના કૉન્ડોમ લેટેક્સનાં બનેલા હોવાથી એનાથી ઍલર્જી થતી નથી. જોકે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ પ્રકારનાં કૉન્ડોમ ખરીદતાં પહેલાં તમારે એ ચેક કરી લેવું જરૂરી છે કે એ સારી બ્રૅન્ડનાં અને સારી ક્વૉલિટીનાં હોય, એમાં લેટેક્સ વપરાયેલું હોય. હલકી ગુણવત્તાના લેટેક્સથી ખંજવાળ, લાલાશ અને બળતરા થઈ શકે છે.

સ્ટ્રૉબેરી, પાઇનૅપલ, ચૉકલેટ, બનાના જેવી ફ્રૂટ્સ ફ્લેવરમાં વપરાતાં કેમિકલ્સની ઍલર્જી તો નથીને એ ચેક કરી લેવું જરૂરી છે. થોડી જ વારમાં લાલાશ જતી રહી એ બતાવે છે કે એલર્જી હોવાની શક્યતાઓ ઘણી જ ઓછી છે.

વાઇબ્રેટરમાં વાઇબ્રેશનની ફ્રીક્વન્સી વ્યક્તિ એન્જૉય કરી શકે એટલી હદની જ રાખવામાં આવે એ જરૂરી છે. નહીંતર વધુપડતું વાઇબ્રેશન એ ભાગને સંવેદનારહિત પણ બનાવી શકે છે. માટે પત્નીને કઈ રીતે અને કેટલી ઇન્ટેન્સિટી ગમે છે એ પૂછીને જાણીને આગળ વધશો તો વાંધો નહીં આવે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK