વધારે સમાગમ કરવાથી કેવુ બાળક આવે?

Published: 20th November, 2012 06:27 IST

આમ તો તમે ઘણી વાર કહો છો કે સેક્સ કેટલી વાર કરીએ છીએ એ અગત્યનું નથી, ક્વૉલિટી વધુ મહત્વની છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : આમ તો તમે ઘણી વાર કહો છો કે સેક્સ કેટલી વાર કરીએ છીએ એ અગત્યનું નથી, ક્વૉલિટી વધુ મહત્વની છે. એ વાત સાથે હું સહમત થાઉં છું, છતાં મને વધારે સમાગમ કરવાનું મન થાય છે. હમણાં અમારાં બે સગાંને ત્યાં બાળકનો જન્મ થયો છે. એક બાળક શરીરે ખૂબ જ પાતળું અને માંદલું છે ને બીજા બાળકને સાંભળવામાં તકલીફ છે. આ બન્ને બાળકના પેરન્ટ્સ ખૂબ જ સેક્સી અને લગભગ એકાંતરે સેક્સ કરવાની આદત ધરાવતા હતા. એમાંય બન્ને પુરુષોને નાનપણથી હસ્તમૈથુનની આદત હતી. અમે હજી બાળકોનું પ્લાનિંગ કર્યું નથી, એકાદ વરસ પછી અમે વિચારવાના છીએ એટલે ચિંતા એ થાય છે કે જો વધુ વાર સમાગમ કરીને વીર્ય વહાવી દેવાશે તો શું બાળકના સ્વાસ્થ્ય પર એની કોઈ અસર થાય?

જવાબ : બાળકના સ્વાસ્થ્યનો આધાર માતા અને પિતાના જીન્સ પર આધારિત છે. એટલે કે જો પતિ કે પત્નીમાં જો કોઈ જિનેટિક ખામી કે ઊણપ હોય તો એનાથી બાળક નબળું કે ખામીયુક્ત આવી શકે છે. બાળકની હેલ્થ અને વધુપડતું વીર્ય વહી જવાને કોઈ સંબંધ નથી. હા, તમારી અન્ય આદતો જેવી કે સ્મોકિંગ, દારૂ પીવાની આદત હોય કે પછી પ્રેગ્નન્સી દરમ્યાન સ્વસ્થ અને સંતુલિત આહાર લેવાની આદત ન હોય તો બાળકના વિકાસમાં તકલીફ આવી શકે છે.

તમારી ઉંમર તમે નથી જણાવી, પણ બાળકના વિકાસમાં માતાપિતાની ઉંમર પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. મોટી ઉંમરે બાળક પેદા થાય ત્યારે પણ બાળકના વિકાસમાં તકલીફ થવાની શક્યતા રહે છે.

વધુ વાર વીર્ય વહી જવાથી વીર્યની કદાચ ક્વૉન્ટિટી ઘટી જાય એવું બને. વીર્ય પાતળું પણ પડી શકે, પણ એનાથી શુક્રાણુ નબળા થઈ જાય એવું નથી હોતું. વીર્ય સંઘરી રાખવાથી શુક્રાણુ સ્ટ્રૉન્ગ પણ નથી થઈ જતા. જો એમ થતું હોય તો જેમના શુક્રાણુ નબળા હોય છે તેઓ જો એક મહિનો બ્રહ્મચર્ય પાળ્યાં પછી જે વીર્ય કાઢે એ એકદમ સ્ટ્રૉન્ગ હોવું જોઈએ. પણ એમ નથી થતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK