શું ડોગી સ્ટાઈલમાં સેક્સ કરવાથી પશુ જેવા હિંસક બની જવાય?

Published: Oct 20, 2014, 05:35 IST

મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. અમારી સેક્સ-લાઇફ એકંદરે ઠીક-ઠીક છે. જોકે હમણાંથી મને ઉત્તેજના પછી ચરમસીમા પર પહોંચતાં વાર લાગે છે.
સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી


સવાલ : મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. અમારી સેક્સ-લાઇફ એકંદરે ઠીક-ઠીક છે. જોકે હમણાંથી મને ઉત્તેજના પછી ચરમસીમા પર પહોંચતાં વાર લાગે છે. કામેચ્છા પહેલાં જેવી જ છે. ઇચ્છા થાય એ પછી ઇન્દ્રિયમાં કડકપણું આવવામાં જરાય તકલીફ નથી, પરંતુ સ્ખલન ખૂબ લંબાયેલું હોય છે. એક્સાઇટમેન્ટ વધે એ માટે વેરિયેશન લાવવાની કોશિશ કરીએ છીએ. એ માટે અમે ડૉગી પોઝિશન અપનાવેલી ત્યારે મને ખરેખર ખૂબ જ સારું લાગેલું. ઉત્તેજનામાં પણ ખૂબ વધારો થયેલો અનુભવાયો હતો અને સ્ખલનમાં બહુ વાર પણ ન લાગી. રાધર, મેં ખૂબ એન્જૉય કર્યું હતું. જોકે મારા ફ્રેન્ડ્સનું કહેવું છે કે પાછળથી સમાગમ કરવાથી પુરુષમાં પશુવત્ હિંસા આવી જાય છે અને એને કારણે તે ખૂબ જોરાવર બનીને પાર્ટનરને નુકસાન કરી બેસે છે. શું આ વાત સાચી છે? મને ખરેખર પાછળથી યોનિપ્રવેશ કરવાની પદ્ધતિ એક્સાઇટ કરે છે તો મારે એમ કરવું કે નહીં?

જવાબ : કોઈ પણ નવી પોઝિશન કે નવી બાબત સેક્સ્યુઅલ-સેશનમાં ઉમેરવાથી રોમાંચ અને એક્સાઇટમેન્ટ વધે એ સ્વાભાવિક છે. તમે જ્યારે પહેલી વાર સેક્સ માણ્યું હશે ત્યારે નૉર્મલ મેલ સુપિરિયર પોઝ પણ એટલો જ એક્સાઇટમેન્ટ લાવનારો લાગ્યો હશે. એનો મતલબ એ નથી કે અમુક-તમુક પોઝિશનથી વ્યક્તિ પશુવત્ બની જાય છે. હા, પુરુષ પાછળથી યોનિમાર્ગમાં સમાગમ કરતો હોય ત્યારે તેની ઉત્તેજના અનેકગણી વધી જાય એ સ્વાભાવિક છે. જોકે તેનામાં પશુતા નથી આવતી, પરંતુ તે કોઈ જ છોછ વિના સેક્સની ઉત્તેજનાનો અહેસાસ કરી શકે છે. આમાં કશું જ ખોટું નથી. એનાથી કોઈ નુકસાન પણ નથી થતું. મોનોટૉનીને કારણે સેક્સ-લાઇફમાં નીરસતા આવી જાય ત્યારે આવા નવા પ્રયોગો કરવાથી લાઇફ તરોતાજા લાગવા લાગે છે.

માણસ જ એક એવું પ્રાણી છે જેમાં સમાગમ કરતી વખતે બન્ને પાત્રોનાં મોં સામસામે હોય છે. બાકી દુનિયાનાં બધાં પ્રાણીઓ સમાગમ કરે છે ત્યારે તેમનાં મોં સામસામે નહીં પણ આગળ-પાછળ હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK