પ્રેગ્નન્સી માટે ઓછામાં ઓછા કેટલા સ્પર્મકાઉન્ટ હોવા જોઈએ?

Published: 30th December, 2011 06:27 IST

મારાં લગ્નને અઢી વર્ષ થયાં છે, પણ હજી સુધી મને પ્રેગ્નન્સી નથી રહી. મારું માસિક નિયમિત છે ને હૉમોર્ન રિપોર્ટ પણ નૉર્મલ છે. હસબન્ડના સ્પર્મકાઉન્ટ માત્ર દોઢ કરોડ જેટલા જ છે.


(સેક્સ-સંવાદ-ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારાં લગ્નને અઢી વર્ષ થયાં છે, પણ હજી સુધી મને પ્રેગ્નન્સી નથી રહી. મારું માસિક નિયમિત છે ને હૉમોર્ન રિપોર્ટ પણ નૉર્મલ છે. હસબન્ડના સ્પર્મકાઉન્ટ માત્ર દોઢ કરોડ જેટલા જ છે. મારા ડૉક્ટરનું કહેવું છે કે નૉર્મલ પ્રેગ્નન્સી રહે એ માટે સ્પર્મકાઉન્ટ ઓછામાં ઓછા ચારથી છ કરોડ જેટલા હોવા જરૂરી છે. આયુર્વેદમાં શુક્રાણુ વધારવા માટે કંઈ થઈ શકે? શું આટલા શુક્રાણુથી ગર્ભ ન જ રહે? મારી એક ફ્રેન્ડનું કહેવું છે કે ર્વીય સિરિન્જમાં એકઠું કરીને યોનિમાં અંદર નાખવાથી પ્રેગ્નન્સી રહે છે. શું એમ કરવું યોગ્ય છે?

જવાબ :
પ્રેગ્નન્સી માટે શુક્રાણુઓનો જથ્થો પ્રત્યેક મિલીલિટરમાં (સીસી) ૨૦ મિલ્યનથી વધુ હોવો જરૂરી છે. સાથોસાથ એની ગતિ પણ ગ્રેડ ૩થી ૪ સુધી હોવી જરૂરી છે.

જો શુક્રજંતુ ઓછા હોય તો એ માટે ઍલૉપથીમાં એવી કોઈ ઠોસ દવા નથી. ઘણી વખત લોકો હૉમોર્ન આપે છે, પણ હૉમોર્ન જો એ નિષ્ણાત ડૉક્ટરની નિગરાનીમાં ન આપવામાં આવે તો ક્યારેક ઊલમાંથી ચૂલમાં પડાય છે.

આયુર્વેદ મુજબ જ્યારે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુની સંખ્યા ઘટતી હોય છે એટલે તમારા પતિએ પિત્ત ઓછું થાય એવો ખોરાક લેવો. જેમ કે ગાયનું ઘી, ગાયનું દૂધ, સૂકી કાળી દ્રાક્ષ જેવી ચીજો લેવી જોઈએ. સૉફટ ડ્રિન્ક્સ, દારૂ, તમાકુ, સ્મોકિંગની આદત હોય તો પહેલાં જ છોડી દેવી. ખાવામાં મરચાં-મસાલાવાળા ખોરાકનું સેવન બંધ કરવું. અતિશય ગરમ પાણીથી નહાવાનું, ટાઇટ જીન્સ પહેરવાનું બંધ કરવું.

રોજ સવાર-સાંજ બે વાર અંડકોશ એટલે કે વૃષણ એક ટમ્બ્લરમાં બરફવાળા ઠંડા પાણીમાં ડુબાડી પાંચ-દસ મિનિટ હળવા હાથે મસળવા. શુક્રજંતુને ઠંડું વાતાવરણ વધુ માફક આવે છે એટલે આ પ્રયોગથી શુક્રજંતુની સંખ્યામાં વધારો થઈ શકે છે. ર્વીયને સિરિન્જ વાટે યોનિમાર્ગમાં દાખલ કરવાની ક્રિયા વૈજ્ઞાનિક છે. જોકે એ માટે સ્ટરિલાઇઝ્ડ સિરિન્જ વાપરવી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK