શું પૉનોર્ગ્રાફી જોવી ઠીક છે?

Published: Dec 29, 2011, 06:38 IST

મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારે નથી કોઈ ગર્લફ્રેન્ડ કે નથી કોઈ બહારની સ્ત્રી પાસે જવાની આદત. હસ્તમૈથુન કરું છું. પહેલાં એનોય સંકોચ થતો હતો, પણ તમારી કૉલમ વાંચીને એનો ડંખ નીકળી ગયો છે. જોકે બીજી એક ખરાબ આદત પડી છે પૉનોર્ગ્રાફી જોવાની.

 

(સેક્સ-સંવાદ-ડૉ. રવિ કોઠારી)

સવાલ: મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારે નથી કોઈ ગર્લફ્રેન્ડ કે નથી કોઈ બહારની સ્ત્રી પાસે જવાની આદત. હસ્તમૈથુન કરું છું. પહેલાં એનોય સંકોચ થતો હતો, પણ તમારી કૉલમ વાંચીને એનો ડંખ નીકળી ગયો છે. જોકે બીજી એક ખરાબ આદત પડી છે પૉનોર્ગ્રાફી જોવાની. ઘરમાં એકલો હોઉં ત્યારે લૅપટૉપ પર આવી સાઇટ્સ જોઈને ખૂબ જ ઉત્તેજિત થઈ જવાય છે. એ વખતે હસ્તમૈથુનનો પણ પરમ આનંદ મળે છે. શું પૉનોર્ગ્રાફી જોવી ઠીક છે? સમાજ તો એને ઠીક નથી ગણાવતું, પણ હું મારી કલ્પનાનો આનંદ મારી રીતે મેળવું તો એમાં સમાજે સાચા-ખોટાનો નિર્ણય કેમ કરવાનો? સમાજના ડરને કારણે મનમાં ખૂબ ગુનાહિત લાગણી અનુભવું છું. મારે જાણવું છે કે મારે પૉનોર્ગ્રાફી સાઇટ્સ જોઈને આનંદ મેળવવાની રીત સ્વસ્થ છે કે નહીં? મન પર ખૂબ ભાર રહે છે.

જવાબ: તમે ભરયુવાનીમાં છો. નથી તમારી કોઈ ગર્લફ્રેન્ડ કે અન્ય સ્ત્રી સમાગમની આદત. તમે હસ્તમૈથુનથી તમારા હૉમોર્ન્સને સંતુષ્ટ કરો છો એ પણ સારું છે. એક વાત નથી સમજાતી કે તમે શા માટે એકલવાયા રહો છો? લગ્ન કરવાનો વિચાર નથી? લગ્ન કરવા ન કરવા એ વ્યક્તિની અંગત બાબત છે, પણ એટલું જરૂર કહેવું છે કે જ્યારે પર્મનન્ટ અને પ્રેમાળ જીવનસાથી તમારી સાથે હોય છે ત્યારે આ બધી કાલ્પનિક અને કેટલેક અંશે ખોટી રીતે ઉત્તેજિત કરે એવી બાબતો પ્રત્યે આકર્ષણ આપમેળે સરી જાય છે.

પૉનોર્ગ્રાફી એ દરદ અને દવા બન્ને છે. કેટલાક ઇરેક્ટાઇલ ડિસફન્ક્શનના દરદીઓની ઉત્તેજના અને શિશ્નની કડકાઈ તપાસવાની ટેસ્ટમાં સેક્સોલૉજિસ્ટ સામેથી ઉત્તેજક દૃશ્યો દેખાડે છે. જોકે એ નિદાન માટે હોય છે, એની આદત પાડવાની ન હોય.

પૉનોર્ગ્રાફિક સાઇટ્સ પર જે હોય છે એમાંનું બધું જ સાચું નથી હોતું. સ્ત્રી-પુરુષના સંબંધોને અહીં નજાકતપૂર્વક રજૂ કરવાને બદલે આક્રમક અને ક્યારેક વધુ રૂપાળા દર્શાવવામાં આવે છે. તમે એ જોઈને એમાંથી ન શીખવાનું કૉપી કરવા લાગો તો ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું થશે. કાલ્પનિક આનંદ માટે આવાં દૃશ્યો મદદ કરે છે, પણ એમાં જાતજાતની ગ્રંથિઓ ઘર થઈ જવાનું રિસ્ક પણ રહેલું છે. જીવનમાં જેટલી ઓછી રિસ્કી ચીજો કરો એટલું વધુ સારું.

=================

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK