ઉત્તેજના માટે દેશી વાયગ્રા લઈ શકાય?

Published: 28th December, 2011 08:03 IST

મારાં લગ્નને હજી બે જ વરસ થયાં છે. મારી ઉંમર ૩૭ વર્ષ છે. મોટી ઉંમરે લગ્ન થયાં છે છતાં બહાર જવાને બદલે માત્ર માત્ર હસ્તમૈથુન જ કરતો હતો. લગ્ન પછીનાં પહેલાં વર્ષમાં ખૂબ જ ઍક્ટિવ સેક્સ-લાઇફ ગઈ, પણ છેલ્લા છ મહિનાથી માંડ સાતથી આઠ જ વાર સંભોગ કર્યો છે.(સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી)


સવાલ : મારાં લગ્નને હજી બે જ વરસ થયાં છે. મારી ઉંમર ૩૭ વર્ષ છે. મોટી ઉંમરે લગ્ન થયાં છે છતાં બહાર જવાને બદલે માત્ર માત્ર હસ્તમૈથુન જ કરતો હતો. લગ્ન પછીનાં પહેલાં વર્ષમાં ખૂબ જ ઍક્ટિવ સેક્સ-લાઇફ ગઈ, પણ છેલ્લા છ મહિનાથી માંડ સાતથી આઠ જ વાર સંભોગ કર્યો છે. મને ઉત્તેજના આવે તોય યોનિપ્રવેશ પહેલાં ઇન્દ્રિય ઢીલી પડી જાય છે. મારી ઇન્દ્રિય અચાનક જ શિથિલ થઈ જવાને કારણે મારી પત્નીને સંતોષ નથી મળતો. મને નથી ડાયાબિટીઝ કે નથી બ્લડપ્રેશર. પૂર્વવત્ ઉત્તેજના આવે એ માટે મારા ફૅમિલી ડૉક્ટરે ૫૦ મિલીગ્રામની દેશી વાયેગ્રા લખી આપી હતી. દવા લઉં છું ત્યારે ઇન્દ્રિયનું કડકપણું સારુંએવું જળવાય છે. શું હું આ દવા લઈ શકું ખરો? પત્નીને પૂરતો સંતોષ નથી આપી શકતો.

જવાબ : તમે છેલ્લા વર્ષમાં ૭-૮ વખત સંતોષપૂર્વક સંભોગ કર્યો છે એ સૂચવે છે કે તમારી કામેચ્છા, ઉત્તેજના પામવાની ક્ષમતા, ઇન્દ્રિયનું કડકપણું અને એનો યોગ્ય રીતનો યોનિપ્રવેશ કરીને સંભોગનો આનંદ માણી શકો છો. એટલે કે હાલમાં જે સમસ્યા છે એ માટે કોઈ શારીરિક તકલીફ જવાબદાર નથી.

ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના આવે એ માટે તમારે પહેલાં કરતાં થોડો વધુ સમય ફોરપ્લેમાં ગાળવો જોઈએ, જેથી તમને વધુ ઉત્તેજના મળે. આમ કરવાથી શારીરિક સંભોગની શરૂઆત કરતાં પહેલાં આવેલી ઉત્તેજનામાં વૃદ્ધિ થશે એટલે વધુ સારું ઇન્દ્રિયોત્થાન પામી શકાશે. એમ છતાં શરૂઆતમાં થોડા સમય માટે સંભોગના એક કલાક પહેલાં બને તો ભૂખ્યા પેટે તમારા ફૅમિલી ડૉક્ટરે કહેલી ગોળી લઈ શકો છે. આનાથી ઉત્તેજિત અવસ્થામાં ઇન્દ્રિયની દૃઢતા વધશે અને તમે વધુ સરળતાથી સંભોગ માણી શકશો. એક વાતની ખાસ

નોંધ લેશો કે ગોળીનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું તેમ જ ૨૪ કલાકમાં એકથી વધુ ગોળી ન લેવી.

પત્નીને સંતોષ આપવા માટે ઇન્દ્રિય યોનિમાં પ્રવેશે એ પહેલાં જ આંગળી કે મુખમૈથુનથી સંતોષ આપી દેવો. એનાથી તેને અસંતુષ્ટિ પણ નહીં રહે અને તમને સંતોષ નહીં આપી શકાય તો શું એનું ટેન્શન પણ નહીં રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK