હું દેખાવે ગોરી છું, પણ મારા પ્રાઇવેટ પાર્ટ્સ ખુબ કાળા છે, શું કરું?

Published: 19th December, 2014 05:49 IST

મારી ઉંમર ૨૬ વર્ષ છે. ટૂંક સમયમાં જ મારાં અરેન્જડ મૅરેજ થવાનાં છે. હું દેખાવમાં ગોરી છું,


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ :
મારી ઉંમર ૨૬ વર્ષ છે. ટૂંક સમયમાં જ મારાં અરેન્જડ મૅરેજ થવાનાં છે. હું દેખાવમાં ગોરી છું, પણ મારા પ્રાઇવેટ પાર્ટ્સની ત્વચા ઘણી કાળી છે. આ પહેલાં મારા બૉયફ્રેન્ડ સાથે સંબંધો હતા ત્યારે તેને પણ એ વાત ગમતી નહોતી. તેણે મને વજાઇનલ વૉશ વાપરીને એ ભાગ સફેદ કરવાનું કહેલું. મેં એ વાપરેલુંયે ખરું. જોડે લગભગ બે-અઢી વર્ષમાં તો અમારું બ્રેક-અપ થઈ ગયું. શેવિંગથી વાળ કાપવાને કારણે ત્યાંના ભાગના વાળ વધુ જાડા થતા ગયા હોય એવું લાગે છે. મને ચિંતા એટલા માટે થાય છે કે મારા ફિયાન્સેને મારા અન્ય બૉડી-હેર પણ ગમતા નથી. તે તો મને દર ૨૦-૨૫ દિવસે વૅક્સ કરી લેવાનું કહે છે. જ્યારે તે મારા પ્રાઇવેટ પાર્ટ્સના વાળનો ગ્રોથ અને કાળાશ જોશે તો કેવું રીઍક્ટ કરશે એ બાબતનો ડર સતત રહ્યા કરે છે. શું વજાઇનલ વૉશ વાપરવાથી એ ભાગ ગોરો થાય? એ સેફ છે? કાળાશ દૂર કરવા બ્લીચિંગ થઈ શકે?

જવાબ : એક વાત સમજી લો કે માત્ર તમે જ નહીં. તમામ મનુષ્યોના પ્રાઇવેટ પાર્ટ્સની ત્વચા તેમની ત્વચાના ઓવરઑલ ટોનથી થોડી ડાર્ક જ હોય છે. અત્યંત ગોરી ત્વચા ધરાવતા હોય કે ડાર્ક ત્યાંની સ્કિન થોડી ડાર્ક શેડવાળી જ હોય. બીજું, કુદરતે એ ભાગના પાર્ટ્સને સાચવવા માટે ત્યાં વાળ ઉગાડ્યા છે. જો ફિઝિક્લ ઇન્ટિમસી દરમ્યાન વાળ ન ગમતા હોય તો તમે શરીરના બાકી વાળ દૂર કરાવો છો એમ ત્યાં પણ શેવિંગ કરી શકે છો. બને ત્યાં સુધી એ ભાગના વાળને કાતરની ટ્રિમ કરવાનું રાખવું. શેવિંગ કરવાથી વધુ કાળાશ આવે એવું બની શકે છે. વજાઇનાની આસપાસના વાળ કાઢવા વૅક્સિંગ, થ્રડિંગ કે બ્લીચિંગ કરાવવું હિતાવહ નથી. એ કરવાથી ઇનગ્રોન હેટની સમસ્યા થાય છે અને વાળના મૂળમાં પાક થઈ શકે છે.

આ બધા કરતાં સૌથી અગત્યની વાત એ છે કે ગોરી ચામડી જ સુંદર કહેવાય એ માન્યતા છોડો. પ્રાઇવેટ પાટ્ર્સ વધુ સુંદર કે ગોરા દેખાય એના કરતાં એ સ્વચ્છ અને સ્વસ્થ હોય એ જરૂરી છે. દિવસમાં બે વાર સાબુથી એ ભાગ સાફ કરવાનું રાખો. સેક્સ-લાઇફમાં કાળી-ગોરી ત્વચાથી કોઈ ફરક નથી પડતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK