કમળામાંથી સાજા થયા બાદ કેટલા દિવસે સેક્સ માણી શકાય?

Published: 19th December, 2012 06:15 IST

મને મહિના પહેલાં કમળો થયેલો, જેની હજી પૂરેપૂરી રિકવરી નથી આવી. શરૂઆતમાં તો ખૂબ જ નબળાઈ આવી ગયેલી અને કંઈ જ ખાઈ શકાતું નહોતું.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મને મહિના પહેલાં કમળો થયેલો, જેની હજી પૂરેપૂરી રિકવરી નથી આવી. શરૂઆતમાં તો ખૂબ જ નબળાઈ આવી ગયેલી અને કંઈ જ ખાઈ શકાતું નહોતું. ત્વચા, યુરિન બધું જ પીળું પડી ગયેલું. વચ્ચે થોડુંક સારું લાગેલું ત્યારે એક વાર મેં હસ્તમૈથુન કરેલું પણ એ વખતે વીર્ય પણ એકદમ પીળું નીકળ્યું હતું. આમ તો રિકવરી સારી થઈ રહી હતી, પણ મેં હસ્તમૈથુન કર્યું એ પછી ખૂબ જ નબળાઈ લાગવા લાગી. બે-ત્રણ દિવસ ફરી સંપૂર્ણ રેસ્ટ કરવો પડેલો. આ વાતને દસેક દિવસ થઈ ગયા છે. શું હવે હું સમાગમ કે હસ્તમૈથુન કરી શકું? એમ કરવાથી પત્નીને તો કોઈ તકલીફ ન થાયને? ફરી હસ્તમૈથુન કરવાથી સાવ નબળાઈ આવી જાય એવું તો નહીં થાયને? મારા ડૉક્ટરને આ વિશે પૂછતાં સંકોચ થાય છે એટલે તમે જ સાચું કહેશો તો સારું.

જવાબ :
કમળા વખતે શરીરને જેટલો આરામ આપો એટલી એની ઝડપથી રિકવરી થાય છે એવું મનાય છે. જ્યારે શરીરમાં થાક, તાવ કે અન્ય નબળાઈ હોય ત્યારે કુદરતી રીતે જ સેક્સની ઇચ્છા નથી થતી. રોગાવસ્થામાં મૈથુનને નિષેધ ગણવામાં આવ્યું છે, કેમ કે એનાથી રોગની રિકવરી ધીમી પડી જાય છે.

એક વાર રોગનાં લક્ષણો શરીરમાંથી જાય અને યોગ્ય રિકવરી થવા લાગે એ પછી તમે જરૂર કામક્રીડામાં રાચી શકો છો. અત્યારે પણ જો તમારા રિપોર્ટ્સ નૉર્મલ હોય તો તમે હળવી સેક્સ્યુઅલ ઍક્ટિવિટીમાં જોતરાઈ શકો છો.

કમળો એ ચેપી રોગ નથી. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ પણ નથી થતો અને અન્ય રીતે પણ નહીં. એમાં લિવરની અંદર બિલિરુબિન નામનું પીળું રંજક દ્રવ્ય વધી જાય છે અને એટલે ત્વચા, નખ, આંખ, યુરિન, મળ બધું જ પીળું-પીળું થવા લાગે છે. તમને કમળા વખતે જે પીળું વીર્ય આવેલું એ સ્વાભાવિક છે. એની ચિંતા કરવાની જરૂર નથી. કમળાની અસર મટશે એટલે આપમેળે વીર્યનો રંગ પણ બદલાઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK