શરીરની હાઇટ પ્રમાણે ઇન્દ્રિય કેટલી લાંબી અને જાડી હોવી જોઈએ?

Published: 19th November, 2012 07:45 IST

મારી ઉંમર ૧૯ વર્ષ છે. છેલ્લાં બે વરસમાં મારી હાઇટ ખૂબ જ વધી ગઈ છે. એને કારણે હું પાતળો લાગું છું.



સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : મારી ઉંમર ૧૯ વર્ષ છે. છેલ્લાં બે વરસમાં મારી હાઇટ ખૂબ જ વધી ગઈ છે. એને કારણે હું પાતળો લાગું છું. હું છેલ્લાં ચારેક વરસથી મૅસ્ટરબેશન કરું છું, પણ હમણાંથી મને લાગે છે કે મારી હાઇટને કારણે મારી પેનિસ પણ લાંબી અને પાતળી થઈ ગઈ છે. એકાદ-બે વાર અમે કેટલાક ફ્રેન્ડ્સે સાથે મળીને હસ્તમૈથુન કર્યું હતું. ત્યારે મેં નોંધ્યું કે મૅસ્ટરબેશન વખતે પણ મારી ઇન્દ્રિય બીજા જેટલી જાડી અને મોટી નથી થતી. મારી હાઇટ પ્રમાણે ઇન્દ્રિય કેટલી લાંબી અને જાડી હોવી જોઈએ? મૅસ્ટરબેશન વખતે મુઠ્ઠીમાં પણ પેનિસ ખૂબ જ નાની લાગે છે. રાત્રે સ્વપ્નસ્ત્રાવ પણ થઈ જાય છે. મને ઇન્ટરકૉર્સ વખતે કોઈ તકલીફ તો નહીં પડેને? પ્લીઝ હેલ્પ મી.

જવાબ :
સૌથી પહેલાં તો પોતાના અવયવોની બીજાની સાથે સરખામણી કરવાનું બંધ કરી દેશો તો અડધી ચિંતા મટી જશે. તમારા મનમાં ખોટી ભ્રમણા ઘૂસી ગઈ છે કે તમારું શરીર પાતળું છે એટલે તમારી ઇન્દ્રિય પણ પાતળી છે. હાઇટને કારણે તમારા શરીરનાં હાડકાંનું માળખું લાંબું અને પહોળું હશે. તમારો હાથ પણ મોટો હોવાનો અને એની સામે ઇન્દ્રિય થોડીક નાની જ લાગવાની. ઇન્દ્રિયમાં હાડકું નથી હોતું એટલે શરીરની હાઇટ સાથે એની લંબાઈમાં વધઘટ થતી નથી. મનમાં કોઈ જ પ્રકારનું ગિલ્ટ કે હીણપત અનુભવ્યા વિના તમે હસ્તમૈથુન માણો. ઇન્દ્રિયની લંબાઈ કે જાડાઈની ભૂમિતિમાં પડ્યા વિના રોમાંચક કલ્પનામાં રાચશો તો વાંધો નહીં આવે.

ઇન્ટરકૉર્સ દરમ્યાન ઇન્દ્રિય યોનિમાર્ગમાં પ્રવેશ કરી શકે અને સફળ સમાગમ થાય એ માટે ઇન્દ્રિયમાં સ્ટ્રેન્ગ્થ હોવી જરૂરી છે, વધુ લેન્ગ્થની નહીં. યોનિમાર્ગ ખૂબ જ ફ્લેક્સિબલ હોય છે અને આગળના બે ઇંચ ભાગમાં જ સંવેદના ધરાવતો હોય છે. સ્વપ્નસ્ત્રાવ થાય છે એ નૉર્મલ ઘટના છે. તમે ચિંતાને કારણે હસ્તમૈથુન ટાળવાથી નાઇટફૉલ થવાનું શક્ય છે. એટલે તમને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે હસ્તમૈથુન કરો, એમાં કંઈ જ ખોટું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK