શું વધુપડતા હસ્તમૈથુન શીઘ્રસ્ખલન થઈ જાય છે?

Published: Dec 27, 2011, 07:25 IST

મારી ઉંમર છે ૩૪ ને વાઇફની ૩૧ વર્ષ. ત્રણ વરસ પહેલાં અમારે પહેલું બાળક આવ્યું. એટલે પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછીનો થોડોક સમય એમ સમાગમ શક્ય ન બન્યો. વચ્ચે અમે માંડ ત્રણ-ચાર વાર સમાગમ કર્યો હશે ને પત્ની ફરી પ્રેગ્નન્ટ થઈ.



(સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી)


સવાલ : મારી ઉંમર છે ૩૪ ને વાઇફની ૩૧ વર્ષ. ત્રણ વરસ પહેલાં અમારે પહેલું બાળક આવ્યું. એટલે પ્રેગ્નન્સી દરમ્યાન અને ડિલિવરી પછીનો થોડોક સમય એમ સમાગમ શક્ય ન બન્યો. વચ્ચે અમે માંડ ત્રણ-ચાર વાર સમાગમ કર્યો હશે ને પત્ની ફરી પ્રેગ્નન્ટ થઈ. આ વખતે પણ મેડિકલ કારણોસર પ્રેગ્નન્સી અને ડિલિવરી દરમ્યાન ફરીથી ફિઝિકલ રિલેશન્સ પર પાબંદી આવી ગઈ. આ બધાને કારણે હું હસ્તમૈથુનનો બંધાણી થઈ ગયો. મને ઑલમોસ્ટ રોજ એક વાર હસ્તમૈથુન કરીને ર્વીય કાઢું નહીં ત્યાં સુધી ચેન ન પડતું. હવે મારી પત્ની સ્વસ્થ થઈ ગઈ છે. તેને શારીરિક સંબંધોની ઇચ્છા થાય છે એટલે અમે ફરી સમાગમ શરૂ કર્યો છે. દસેક મહિનાના ગૅપ પછી સમાગમ કરું છું ત્યારથી શીઘ્રસ્ખલન થઈ જાય છે. પહેલાં જેટલું લાંબું મૈથુન ચાલતું નથી. આવા સંજોગોમાં હવે શું કરવું? શું વધુપડતું હસ્તમૈથુન કરવાને કારણે ઇન્દ્રિય સંવેદનશીલ થઈ ગઈ હશે?

જવાબ : વધુપડતું હસ્તમૈથુન કોને કહેવાય એની કોઈ વ્યાખ્યા નથી એટલે તમે એવા કોઈ ગિલ્ટમાં ન રહો એ વધુ મહત્વનું છે. કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે અતિશય ઉત્કટતાને કારણે પણ ઝડપથી સ્ખલન થઈ જાય છે. તમે ઘણા વખત પછી પત્ની સાથે સમાગમ માણી રહ્યા છો એને કારણે કદાચ વધુ ઉત્તેજિત થઈ જવાતું હોઈ શકે છે.

વળી બે-ત્રણ વાર શીઘ્રસ્ખલન થઈ ગયું એટલે મનમાં એક ગ્રંથિ થઈ જાય ને પછી એને કારણે સમસ્યા આગળ લંબાય. આવું ન થાય એ માટે તમે ટેમ્પરરી ધોરણે એક પ્રયોગ કરી શકો છો. દવાની દુકાનેથી ઝાયલોકેન જેલ (બે ટકા) લઈ આવો. તમે સમાગમ માટે તૈયાર થાઓ એટલે કે ફોરપ્લે પછી યોનિપ્રવેશ કરવાની તૈયારી કરો એ પહેલાં આ થોડીક જેલ ઇન્દ્રિયના અગ્ર ભાગ પર લગાવો અને પછી કૉન્ડોમ પહેરી લો. આ એક ઍનેસ્થેટિક જેલ છે ને એનાથી આગળની ત્વચાની અતિસંવેદના ઘટી જશે. એ પછી તમે યોનિપ્રવેશ કરાવશો તો ઘટી ગયેલી સંવેદનાને કારણે સમાગમ લાંબો ચાલી શકશે. આ પ્રયોગ ટેમ્પરરી ધોરણે તમારો કૉન્ફિડન્સ પાછો લાવવા માટે જ છે. હંમેશ માટે તમે એમ કરશો તો સમાગમ લાંબો ચાલશે, પણ એનાથી સંવેદનાનો જે આનંદ મળવો જોઈએ એ નહીં મળે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK