મને અને મારી પત્નીને ગુદામૈથુનથી ઈન્ફેક્શન થયુ હોય તેમ લાગે છે

Published: 26th December, 2011 07:50 IST

હું અને મારી પત્ની ૩૨ વરસનાં છીએ. પત્નીને ડિલિવરી પછી યોનિમાર્ગ લૂઝ થઈ ગયો હોવાથી સમાગમ વખતે પહેલાં જેવી મજા નથી આવતી. શરૂઆતમાં તેને સમાગમનું મન પણ નહોતું થતું. જોકે હવે વરસ થઈ ગયું હોવાથી તે સાથ આપે છે ને એટલે અમે ગુદામૈથુનનો ટ્રાય કરવાનું વિચાર્યું.

 

 

(સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી)

સવાલ : હું અને મારી પત્ની ૩૨ વરસનાં છીએ. પત્નીને ડિલિવરી પછી યોનિમાર્ગ લૂઝ થઈ ગયો હોવાથી સમાગમ વખતે પહેલાં જેવી મજા નથી આવતી. શરૂઆતમાં તેને સમાગમનું મન પણ નહોતું થતું. જોકે હવે વરસ થઈ ગયું હોવાથી તે સાથ આપે છે ને એટલે અમે ગુદામૈથુનનો ટ્રાય કરવાનું વિચાર્યું. આમાં મારી પત્નીની પણ પૂરી સહમતી હતી. જોકે એક વાર મેં ગુદામાર્ગમાં ઇન્દ્રિય નાખી, પણ એ પછી આગળપાછળની મૂવમેન્ટ કરવામાં પત્નીને ખૂબ દુખાવો થવા લાગ્યો. અમે પ્રયત્ન કર્યો, પણ એમાંય આનંદ કરતાં પત્નીને પીડા જ વધુ થઈ. એટલે પછી અમે સાદા યોનિમૈથુનથી જ કામ ચલાવ્યું. જોકે આ ઘટના પછી મને અને મારી વાઇફને બન્નેને ઇન્ફેક્શન થઈ ગયું છે. મારી ઇન્દ્રિય પર ઘસરકા પડ્યા હોય એમ લાલ રેશીઝ થઈ ગયા છે અને વાઇફને યોનિમાર્ગમાંથી ગંદુંવાસવાળું સફેદ પાણી પડે છે. અમને આમાંથી બહાર લાવવાનો કોઈ રસ્તો બતાવો.

જવાબ : ગુદામૈથુન માટે માત્ર પત્નીની સંમતિ હોવાથી કામ પૂરું નથી થતું. એ માટે વિશેષ કાળજી પણ રાખવી પડે છે. ગુદામૈથુન માટે બહારથી ખૂબબધા લુબ્રિકેશનની જરૂર પડે છે. યોનિમાર્ગમાંથી કુદરતી રીતે ચીકાશ ઝરતી હોય છે ને એટલે સમાગમ સરળ બની જાય છે, પરંતુ ગુદામાર્ગમાં એવી કોઈ ચીકાશ નથી હોતી. વળી, ગુદાદ્વાર એ યોનિના સ્નાયુઓ જેવું ફ્લેક્સિબલ પણ નથી હોતું. યોનિમાંથી આખેઆખું બાળક નીકળી શકે એટલું એ સ્થિતિસ્થાપક હોય છે જ્યારે ગુદામાંથી કડક મળ નીકળતો હોય તો પણ ચીરા પડી જાય છે.

આટલી ચીજો સમજીને ગુદામૈથુન દરમ્યાન કોપરેલ તેલ કે કેવાય જેલીનો ભરપૂર ઉપયોગ કરવો હિતાવહ છે, નહીંતર પત્નીને તકલીફ પડી શકે છે ને ગુદામાં મળ ચોંટેલો હોવાથી કૉન્ડોમ વાપરવું ફરજિયાત છે. જો તમે એમ ન વાપરો તો અંદર ચોંટેલો મળ ઇન્દ્રિયને લાગતાં ઇન્ફેક્શન થઈ શકે છે. જો તમે કૉન્ડોમ પહેર્યું હોય તો ગુદામૈથુન પછી યોનિપ્રવેશ પહેલાં એ બદલી નાખવું જરૂરી છે. તમે ગુદામૈથુન કરવાનો પ્રયત્ન કર્યો ને પછી તરત જ યોનિપ્રવેશ કર્યો એને કારણે ઇન્ફેક્શન યોનિમાર્ગમાં પણ ગયું. કૉન્ડોમ ન પહેરવાની ભૂલને કારણે તમને બન્નેને ઇન્ફેક્શન થયું હોઈ શકે છે. આ માટે ફૅમિલી ડૉક્ટરને બતાવીને સલાહ લેવી જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK