ગર્લફ્રેન્ડના રોગોને કારણે મને ભવિષ્યમાં કોઈ તકલીફ થઈ શકે?

Published: 23rd December, 2011 07:39 IST

સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષની છે. પાંચ વરસના લગ્નજીવન પછી અમારા ડિવૉર્સ થઈ ચૂક્યા છે. હમણાં મારે એક સ્ત્રી સાથે સંબંધ છે. તે મારાથી છ વરસ વર્ષ મોટી છે.(સેક્સ-સંવાદ- ડૉ. રવિ કોઠારી)

સવાલ : મારી ઉંમર ૩૯ વર્ષની છે. પાંચ વરસના લગ્નજીવન પછી અમારા ડિવૉર્સ થઈ ચૂક્યા છે. હમણાં મારે એક સ્ત્રી સાથે સંબંધ છે. તે મારાથી છ વરસ વર્ષ મોટી છે. છેલ્લાં બે વર્ષથી મારા તેની સાથે ફિઝિકલ રિલેશન છે. તે વિધવા છે અને અમારાં લગ્ન થઈ શકે એમ નથી છતાં અમે મહિનામાં ત્રણથી ચાર વાર મળીએ છીએ. મેં જોયું છે કે હમણાંથી મને ઝડપથી સ્ખલન થઈ જાય છે. મારું બ્લડપ્રેશર ક્યારેક હાઈ આવે છે, પણ મારી પાર્ટનરને ડાયાબિટીઝ અને બીપી બન્ને છે. શું પાર્ટનરને ડાયાબિટીઝ હોય તો મને શીઘ્રસ્ખલન થાય? કોઈ મોટી ઉંમરની સ્ત્રી સાથે સમાગમ કરવાથી મારો સેક્સપાવર ઓછો થઈ શકે ખરો? ગર્લફ્રેન્ડના રોગોને કારણે મને ભવિષ્યમાં કોઈ તકલીફ થઈ શકે?

જવાબ : ડાયાબિટીઝ એ ચેપી રોગ નથી એટલે પાર્ટનરનો ડાયાબિટીઝ તમારી સેક્સલાઇફને અસર ન કરી શકે. તમારા પાર્ટનરને ડાયાબિટીઝ અને બ્લડપ્રેશર છે એનાથી તમને કોઈ નુકસાન નથી થવાનું, પરંતુ જો તેને કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન હશે તો એ તમને લાગી શકે છે. પાર્ટનરની ઉંમરને અને તમારા સેક્સપાવરને પણ કોઈ લેવાદેવા નથી.

મોટી ઉંમરની કે નાની ઉંમરની કોઈ પણ સ્ત્રી સાથે સમાગમ કરવાથી તમારી પોતાની કામેચ્છા કે કામશક્તિ પર કોઈ વિપરીત અસર પડવાની શક્યતા નથી. જોકે વ્યક્તિ જ્યારે કોઈક ચીજ છુપાવીને કરવાની કોશિશ કરતી હોય ત્યારે મનમાં હીનભાવના અથવા તો હું કંઈક ખોટું કરું છું એવો ડર સતાવ્યા કરે છે. આ ડર અને હીનતાને કારણે માનસિક તકલીફો ઊભી થાય છે. આ માનસિક સંતાપની સીધી અસર સેક્સ્યુઅલ પફોર્ર્મન્સ પર પડે છે.

મને લાગે છે કે તમને અત્યારે જે પ્રી-મૅચ્યોર ઇજેક્યુલેશનની તકલીફ સર્જાઈ છે એનું મૂળ શારીરિક નથી પણ માનસિક છે. કોઈ જોઈ જશે અથવા તો લોકોને તમારા સંબંધોની ખબર પડી જશે તો એ ભય તમને ઝંપીને બેસવા દેતો નથી. સ્વસ્થ વ્યક્તિ સાથે સ્વસ્થ ચિત્તે, સ્વસ્થ માનસિકતા સાથે સમાગમ કરવાથી તમને કોઈ પણ શારીરિક સમસ્યા ઊભી નહીં થાય.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK