મિત્રો સાથે મૅસ્ટરબેશન કરું ત્યારે ઈન્દ્રીયની સાઈઝ નાની થઈ જાય છે, શું કરું?

Published: 18th December, 2014 05:47 IST

મારી ઉંમર ૨૭ વર્ષ છે. મારા પેનિસની સાઇઝ નૉર્મલ નથી. મૅસ્ટરબેશન વખતે પણ થોડીક નાની હોય એવું લાગે છે.


સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ: મારી ઉંમર ૨૭ વર્ષ છે. મારા પેનિસની સાઇઝ નૉર્મલ નથી. મૅસ્ટરબેશન વખતે પણ થોડીક નાની હોય એવું લાગે છે. એક ક્લબમાં અમે કેટલાક યુવકો સજાતીય સંબંધો રાખીએ છીએ. એ દરેકની સરખામણીએ મારું પેનિસ ઢીલુંઢાલું અને નાનું હોય છે. શું હૉર્મોન્સના ઇન્જેક્શન લેવાથી પેનિસની સાઇઝ વધી શકે? બીજું, મને બીજા મિત્રો કરતાં ખૂબ ઓછું કડકપણું હોય છે. હું એકલો મૅસ્ટરબેશન કરતો હોઉં ત્યારે કડકપણું વધારે હોય છે, પણ જ્યારે ગ્રુપના મિત્રો સાથે હોઈએ ત્યારે ગરબડ થઈ જાય છે. આ જ કારણોસર ગર્લફ્રેન્ડ સાથે કદી આગળ વધવાની હિંમત નથી થતી. મારો પર્ફોર્મન્સ સુધરે, પેનિસની સાઇઝ વધે એ માટે શું કરવું? સર્જરી કરાવીને મારે પેનિસની સાઇઝ નથી વધારવી.

જવાબ: ભાઈ, સેક્સ્યુઅલ લાઇફમાં બીજાની સાથે સરખામણી કરવામાં આવે ત્યારે જાતજાતની સમસ્યાઓ ઊભી થાય છે. ફલાણાને આમ છે ને મારે આમ એવી સરખામણી સેક્સલાઇફને હાથે કરીને બગાડવાનું કામ કરે છે.

જોકે મને તમારા માટે સવાલ એ થાય છે કે શું તમે ખરેખર સજાતીય સંબંધો રાખવા ઇચ્છો છો ખરા? શું તમને કુદરતી રીતે પુરુષો માટે આકર્ષણ અનુભવાય છે કે પછી મિત્રો સાથે કુતૂહલવશ થઈને ન ગમતી હોય એવી પ્રવૃત્તિમાં જાતને ઘસડી રહ્યા છો? મિત્રો સાથે હોય ત્યારે ઉત્તેજના નથી આવતી એ બહુ મોટી નિશાની છે. સજાતીય સંબંધોની સરખામણીને કારણે તમારા મનમાં વણજોઈતા કૉમ્પ્લેક્સ ઘર કરી રહ્યા છે.

મિત્રો સાથે ઉત્તેજના ઓછી આવવી, એકાંતમાં હસ્તમૈથુન વખતે ઉત્તેજના વધવી એ બતાવે છે કે મિત્રો સાથે નાહક આગળ વધી રહ્યા છો; પણ મનમાં તો તમે ગર્લફ્રેન્ડને જ ઝંખો છો. મિત્રો સાથેના સંબંધો બંધ કરી દો, આપમેળે ઉત્તેજના અને સાઇઝની સમસ્યા મનમાંથી ઘટવા લાગશે. તમને જે આકર્ષે છે એની કલ્પના કરો તો વધુ ફાયદો થશે અને સ્ત્રીઓ સાથે આગળ વધવાનો ડર પણ આપમેળે ઓગળી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK